ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને 124 રનથી હરાવ્યું

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 5, 2017, 1:52 AM IST
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને 124 રનથી હરાવ્યું
ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ આજે લંડનના બર્મિઘમમાં મેદાને જંગ શરૂ થયો છે. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીગ પસંદ કરી છે. ભારત પ્રથમ બેટિંગ કરશે. મેચ દરમિયાન વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે. અત્યારે બર્મિઘમના આકાશમાં વાદળો છવાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 5, 2017, 1:52 AM IST
ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ આજે લંડનના બર્મિઘમમાં મેદાને જંગ શરૂ થયો છે. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીગ પસંદ કરી છે. ભારત પ્રથમ બેટિંગ કરશે. મેચ દરમિયાન વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે. અત્યારે બર્મિઘમના આકાશમાં વાદળો છવાયા બે વાર વરસાદને કારણે મેચ થોડાક  સમય માટે બંધ રહ્યા બાદ ફરી શરૂ થઇ છે.  ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને 124 રને હરાવ્યું છે.

Fab-4_Revised

અગાઉ ભારતીય બેસ્ટમેનોની ધમાકેદાર બેટિંગથી ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનને મેચ જીતવા 324 રનનું લક્ષ્ય આપ્યું હતુ.કોહલી 81 રન બનાવી અણનમ રહ્યો હતો. વડોદરાના હાર્દિક પંડ્યાએ 6 બોલમાં 20 રન બનાવ્યા છે. ભારતે 48 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 319 રન બનાવ્યા છે. ડકવર્થ લુઇજ નીયમ પ્રમાણે પાકિસ્તાનને 324 રનનો લક્ષ્યાંક મળ્યો છે. રોહિત શર્માએ 91 રન બનાવ્યા છે. ધવને 68 રન બનાવ્યા છે.

pak-ind

પ્લેઇંગ ઇલેવનમાં 3 ગુજરાતી ખેલાડી છે. મહોમ્મદ સમી, આર અશ્વિન આજે નહી રમે.પાંચ બોલર સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા,વિરાટ કોહલી અને શિખર ધવન આજે મેચમાં રમશે. યુવરાજસિંહ, મહેન્દ્રસિંહ ધોની અને જાધવ આજે મેચમાં રમશે. બુમરાહ,ભુવનેશ્વર અને ઉમેશ ટીમમાં ફાસ્ટ બોલર છે.

india-toss
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને 2005માં બર્મિંગહામ અને 2009માં સેન્ચુરિયનમાં ભારત સામે જીત મેળવી હતી.ભારત 2013માં બર્મિંગહામમાં પાકિસ્તાનને હરાવવામાં સફળ થયુ હતું.  આ મેદાન પર ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે ભારતે આ મેદાન પર આઠ મેચ રમી છે જેમાંથી પાંચમાં તેનો વિજય જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.પાકિસ્તાનનો બર્મિંગહામમાં રેકોર્ડ સારો નથી રહ્યો, તેને આ મેદાન પર 11 વન ડે મેચ રમી છે જેમાંથી સાતમાં તેનો પરાજય થયો છે.
First published: June 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर