ભારતને હરાવી પાકિસ્તાન પહેલી વાર બન્યુ ચેમ્પિયન ટ્રોફીમાં શહેનશાહ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 18, 2017, 11:54 PM IST
ભારતને હરાવી પાકિસ્તાન પહેલી વાર બન્યુ ચેમ્પિયન ટ્રોફીમાં શહેનશાહ
પાકિસ્તાને ભારતને હરાવી પહેલીવાર ચેમ્પિયન ટ્રોફી જીતી છે. ઓવલમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 180 રનથી કરારી હાર આપી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 338 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 30.3 ઓવરમાં 158 રન પર ઓલ આઉટ થઇ ગઇ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 18, 2017, 11:54 PM IST
પાકિસ્તાને ભારતને હરાવી પહેલીવાર ચેમ્પિયન ટ્રોફી જીતી છે. ઓવલમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 180 રનથી કરારી હાર આપી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 338 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 30.3 ઓવરમાં 158 રન પર ઓલ આઉટ થઇ ગઇ છે.

25adc4f9128ccaed287dc46c9b5617c6
આ પહેલા ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ટોસ હારી પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે ભારતને 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સલામી બેસ્ટમેન ફખર જર્માએ સદી ફટકારી હતી. જ્યારે મોહમ્મદ હફીજએ અર્ધ શતર્ક બનાવ્યું હતું.
પાકિસ્તાનનો અજહર અલી 59 રન બનાવી રન આઉટ થયો હતો જ્યારે ફજર જર્માએ 114 રન બનાવ્યા હતા. વન ડેમાં આ તેની પહેલી શદી છે. બાબર આજમએ પણ 46 રન બનાવ્યા હતા. ભારતે ટોસ જીતીને ફિલ્ડીગનો નિર્ણય લીધો હતો.-ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવને 1-1 સફળતા મળી હતી.

પાકિસ્તાનના સીમર રહસન અલીને સૌથી વધુ ટુનામેન્ટમાં 13 વિકેટ લેતા ગોલ્ડન બોલ અને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો. જ્યારે ભારતના શિખર ધવને ટુર્નામેન્ટમાં 338 રન બનાવ્યા હોવાથી મેન ઓફ ધ સીરીઝનો બન્યો છે.
First published: June 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर