Home /News /ahmedabad /ખાસ ઝુંબેશ: મતદાર યાદીમાં નામ નોંધણી અથવા સુધારો કરવા શુ કરવું જોઈએ, જાણી લો
ખાસ ઝુંબેશ: મતદાર યાદીમાં નામ નોંધણી અથવા સુધારો કરવા શુ કરવું જોઈએ, જાણી લો
વોટર આઇડીનીમાં નામ નોંધણી અથવા સુધારો કરવાં કરો આ કામ
રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી આર કે પટેલ જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા કાર્યક્મ ચાલી રહ્યો છે.ચાર દિવસ કેમ્પ યોજનામાં આવશે .બુથ પર જ નાંધની અને ચકાસણી હાથ ધરાશે.
અમદાવાદ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 શરૂ કરવામાં આવ્યો છે.જેમાં મતદાર યાદીમાં નામ એડ,નામ કમી, એડ્રેસ બદલવા માંગતા હોય તો મતદારો સુધારો કરી શકશે.મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.અને ખાસ કરીને 18 વર્ષ અથવા તેથી વધારે ઉંમર થઈ હોય અને મતદાર યાદીમાં નામ ન હોય તો મતદાર યાદીમાં નામ એડ કરવી શકશે.જેના માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવી છે. જેમાં મતદાર યાદીમાં નામ નોંધણી કરવી શકાશે. 1 જાન્યુઆરી 2022નાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તો મતદાર તરીકે નામ નોંધણી કરવી શકશે.એડ્રેસ બદલવું હોય તો પણ બદલાવી શકાશે. સાથે ઓળખપત્ર કોઈ ભૂલ હોય તો પણ સુધારો કરવી શકાશે.
14,21,27 અને 28 નવેમ્બરના ખાસ ઝુંબેશ રાખવામા આવી છે.તમારા જ વિસ્તારમાં મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરી મતદાર યાદીમાં નામ એડ અથવા તો કોઈ સુધારો કરવાનો હશે તો કરી શકશે. મતદાન મથક સુધી ન જવું હોય તો ઓનલાઈન પણ સુધારો કરી શકાશે.જેમાં વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ ડાઉનલોડ કરી અરજી કરી શકશે.અથવા તો www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in તેમજ વોટર હેલ્પલાઇન ન.1950 અરજી કરી શકશે.
મુખ્ય નિર્વાચન અધિકારી અને NCC નાં સંયુકત ઉપક્રમે યુવા મતદાર નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં મુખ્ય નિર્વાચન અધિકારી આર કે પટેલ અને NCCનાં અડીશનલ જનરલ અરવિંદ કપૂર , અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી આર કે પટેલ જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા કાર્યક્મ ચાલી રહ્યો છે.ચાર દિવસ કેમ્પ યોજનામાં આવશે .બુથ પર જ નાંધની અને ચકાસણી હાથ ધરાશે.રાજ્યમાં સાત લાખ મતદાર નવા નાંધાયા જેમાંથી ૭૫ ટકા ઓનલાઇન નોધણી કરાવી છે.મતદાર યાદીમાં નામ હોવું લોકશાહીનું સૌથી મોટું ગૌરવ.મતદાન થકી મતદાર પોતાનો જનપ્રતિનીધિ નક્કી કરી શકે છે
એનસીસીના મેજર જનરલ અરવિંદ કપૂર જણાવ્યું હતું કે, છેલ્લા આઠ માસમાં NCC એ કેટલાક લક્ષ્યાંક નક્કી કર્યા છે.
ગુજરાતની એનસીસી દેશમાં શ્રેષ્ઠ હોવી જોઇંએ દુર્ગમ વિસ્તારોમાં એનસીસીનો ફેલાવો કરવો અને ફેઝ ૭ એક મૈ સૌ કે લીએ લોન્ચ કરવામાં આવ્યું.મતદાર યાદી સુધારણા કેમ્પના ભાગરૂપે આજનો કાર્યક્મ યોજાયો