Home /News /ahmedabad /Gujarat Rains: દક્ષિણ ગુજરાત તરફ જવાનું છે? તો જાણી લો આ રૂટ હજી છે બંધ

Gujarat Rains: દક્ષિણ ગુજરાત તરફ જવાનું છે? તો જાણી લો આ રૂટ હજી છે બંધ

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો વાહન વ્યવહાર માટે બંધ છે

South Gujarat rains: સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર દક્ષિણ ગુજરાતના છે. અમદાવાદ મુંબઈ હાઇવે ગઈકાલ સાંજ સુધી બંધ હતો. આજે સવારે ખોલવામાં આવ્યો છે.

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) ભારેથી અતિભારે વરસાદ (heavy rainfall) અવિરત ચાલુ છે અને હજુ પણ 24 કલાક ભારે રહશે હવામાન વિભાગે (IMD weather forecast) આગાહી કરી છે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાયેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોઝવે અને પુલ પર પાણી ભરી વળ્યાં છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અતિભારે વરસાદના કારણે એસટી સેવાને પણ અસર પહોંચી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એસટી બસ સેવા સ્થિગીત કરી છે.

એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે. જોકે, સમગ્ર ગુજરાતમાં 37000 ટ્રીપનું સંચાલન થાય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે એસટી સેવા પ્રભાવિત થઈ છે. ગઈકાલે 1400 ટ્રીપ રદ કરી હતી અને આજે 1 હજાર ટ્રીપ રદ કરવામાં આવી છે.

જૂનાગઢના ઘેડ પંથકમાં જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ, જુઓ આકાશી નજારો

પ્રભાવિત વિસ્તારમાં નવસારી, બીલીમોરા, વલસાડ, અહવા કપરાડા,અને તાપી જિલ્લો અને સૌરાષ્ટ્રમાં ગોંડલથી આગળ કોઝવે બંધ હોવાના કારણે સંચાલન બંધ છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર દક્ષિણ ગુજરાતના છે. અમદાવાદ મુંબઈ હાઇવે ગઈકાલ સાંજ સુધી બંધ હતો. આજે સવારે ખોલવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ગામડાનું સંચાલન બંધ રાખવામાં આવ્યું છે.

6 વર્ષ પહેલા લગ્ન કરનાર દંપતીએ ગળાફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન
" isDesktop="true" id="1229028" >



એસટી નિગમના તમામ ડિવિઝન અને ડેપો મેનેજરને સૂચના આપવામાં આવી છે. કોઝવે પર પાણી હોય તો બસ ઉતારવી નહિ.તેમન જે ડેપોમાંથી બસ નીકળે તે પહેલાં કંટ્રોલ રૂમમાંથી માહિતી લઈ ને જ નીકળવા સૂચના આપવામાં આવી છે.દરેક ડેપો મેનેજરે હેડ ક્વાર્ટરમાં જ રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.રોડ રસ્તા તૂટેલા હોય તો બસ આગળ ન લઈ જવી.દરેક સુચનનું સંપૂર્ણ પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું નથી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, દક્ષિણ ગુજરાત, હવામાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો