Home /News /ahmedabad /ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનનું સરવૈયુ: મોરબી-મોટા શહેરોમાં વોટિંગની ટકાવારી ઓછી થઇ

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનનું સરવૈયુ: મોરબી-મોટા શહેરોમાં વોટિંગની ટકાવારી ઓછી થઇ

પહેલા તબક્કાના વોટિંગનું સરવૈયું

Gujarat Polls updates: આ વખતે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા મતદાન કરતાં ઓછું વોટિંગ નોંધાયું છે. વર્ષ 2017માં 68.33 ટકા મતદાન થયુમ હતું. જ્યારે આ વખતે 7 ટકા જેટલું મતદાન ઓછું થયું છે

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાતમાં ગુરુવારે 19 જિલ્લાની 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન શાંતિથી પૂર્ણ થયું છે. આ તબક્કામાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું છે. પહેલા તબક્કામાં 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. જોકે, આંકડાની વાત કરીએ તો, આ વખતે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા મતદાન કરતાં ઓછું વોટિંગ નોંધાયું છે. વર્ષ 2017માં 68.33 ટકા મતદાન થયુમ હતું. જ્યારે આ વખતે 7 ટકા જેટલું મતદાન ઓછું થયું છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અનેક નાના ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત શહેરોમાં પણ 9 ટકા જેટલું મતદાન ઓછું નોંધાયું છે. ત્યારે જોવાનું રહ્યું કે, પીએમ મોદીએ અમદાવાદમાં કરેલા રોડ શોનો જાદુ બીજા તબક્કાનાં મતદાન પર થાય છે કે પ્રથમ તબક્કાની જેમ ઓછું જ નોંધાશે.

    મોરબીમાં પણ મતદાન ઘટ્યું


    મોરબીની ગોઝારી દુર્ઘટનાની અસર પણ મતદાન પર પડી હોય તેમ જણાઇ રહ્યું છે. મોરબીમાં આ વખતે 67.65 ટકા મતદાન નોંધાયું હતુ. જ્યારે 2017માં 73.66 ટકા મતદાન નોંધાયું હતું. ટકાવારી જોઇએ તો આ વર્ષે મોરબીમાં મતદાનની ટકાવારી ઓછી થઇ છે.

    આ પણ વાંચો: જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં કઈ બેઠક પર કેટલું મતદાન થયું

    આ ગામોએ કર્યો ચૂંટણી બહિષ્કાર


    ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માંગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.

    આ પણ વાંચો : જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રની કઈ બેઠક પર કેટલું મતદાન થયું
    ક્રમવિધાનસભાની ચૂંટણી
    મતદાનની ટકાવરી(%)
    1રાજકોટ પૂર્વ55.47
    2રાજકોટ પશ્ચિમ42.99
    3રાજકોટ દક્ષિણ43.42
    4રાજકોટ રૂરલ(SC)61.42
    5જસદણ59.18
    6ગોંડલ54.95
    7જેતપુર50.25
    8ધોરાજી44.93
    9ઓલપાડ59.04
    10માંગરોળ60
    11માંડવી (ST)64.25
    12કામરેજ60
    13સુરત ઈસ્ટ62.9
    14સુરત નોર્થ55.32
    15વરાછા માર્ગ55.63
    16કરંજ49.53
    17લિંબાયત51.35
    18ઉધના55.69
    19મજૂરા55.39
    20કતારગામ52.55
    21સુરત પશ્ચિમ60.04
    22ચોર્યાસી54.4
    23બારડોલી(sc)60.21.
    24મહુવા (ST)71.36
    25અબડાસા62
    26માંડવી52.55
    27ભુજ59.2
    28અંજાર61.76
    29ગાંધીધામ39.89
    30રાપર54.11
    31દસાડા(SC)59.55
    32લીંબડી61.25
    33વઢવાણ53.28
    34ચોટીલા48.69
    35ધ્રાંગધ્રા66.77
    36મોરબી50.57
    37ટંકારા64.23
    38વાંકાનેર54.81
    39કાલાવડ(SC)53.58
    40જામનગર રૂરલ53.83
    41જામનગર ઉત્તર55.96
    42જામનગર દક્ષિણ44.63
    43જામજોધપુર61.73
    44ખંભાળિયા60.29
    45દ્વારકા57.9
    46પોરબંદર58.54
    47કુતિયાણા48.3
    48માણાવદર48.37
    49જૂનાગઢ58.2
    50વિસાવદર50.1
    51કેશોદ47.29
    52માંગરોળ55.55
    53સોમનાથ66.54
    54તાલાલા60.24
    55કોડીનાર(sc)57.32
    56ઉના57.42
    57ધારી43.3
    58અમરેલી47.89
    59લાઠી57.14
    60સાવરકુંડલા51.11
    61રાજુલા63.3
    62મહુવા-46.25
    63તળાજા55.01
    64ગારિયાધાર59.3
    65પાલિતાણા44.77
    66ભાવનગર રૂરલ45.32
    67ભાવનગર પૂર્વ56.08
    68ભાવનગર પશ્ચિમ54.56
    69ગઢડI(SC)39.33
    70બોટાદ62.8
    71નાંદોદ (ST)65.14
    72ડેડિયાપાડા (ST)71.2
    73જંબુસર61.83
    74વાગરા63.1
    75ઝઘડિયા(ST)77.65
    76ભરૂચ54.35
    77અંકલેશ્વર59.43
    78વ્યારા (ST)65.29
    79નિઝર (ST)77.87
    80ડાંગ (ST)64.84
    81જલાલપોર63.87
    82નવસારી61.81
    83ગણદેવી(ST)66.24
    84વાંસદા(ST)70.62
    85ધરમપુર(ST)64.77
    86વલસાડ61.31
    87પારડી49.16
    88કપરાડI(ST)75.17
    89ઉમરગામ(ST)61.75
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી, મોરબી

    विज्ञापन
    विज्ञापन