Home /News /ahmedabad /અમદાવાદમાં ફરી એકવાર સંબંધોનું ખુન! 'પપ્પાએ મારી પત્નીની છેડતી કરી છે', પુત્રએ દસ્તા વડે પિતની કરી હત્યા
અમદાવાદમાં ફરી એકવાર સંબંધોનું ખુન! 'પપ્પાએ મારી પત્નીની છેડતી કરી છે', પુત્રએ દસ્તા વડે પિતની કરી હત્યા
પિતાની હત્યાનો આરોપી પુત્ર
Ahmedabad crime news: મોટા દીકરા અંકુશના લગ્ન નવેમ્બર 2020માં થયા હતા. લગ્ન પછી અંકુશ પોતાની પત્ની કોમલને લઈને ભાડે રહેવા જતો રહ્યો હતો. પરંતુ મજૂરી કરવા છતાં કમાણી ઓછી હોવાથી તે ઘરનું ભાડું ભરી શકતો ન હતો. જેથી 7 દિવસ પહેલા જ મૃતક બિરજુભાઈ પુત્ર અને પુત્રવધુને પોતાના ઘરે લઈને આવ્યા હતા.
અમદાવાદ:અમદાવાદ શહેરમાં (Ahmedabad city news) ફરી એક વખત સબંધોની હત્યાનો કિસ્સો (crime news) સામે આવ્યો છે. પુત્રએ જ પિતાની હત્યા (son killed father) કરી છે. સરદારનગરમાં (sardarnagar) રહેતા પ્રિન્સ ગારંગેને પોતાના મોટા ભાઈ અંકુશનો ફોન આવ્યો કે પપ્પાએ મારી પત્નીની છેડતી (wife molestation) કરી છે જેથી હું તેમની સાથે ઝઘડો કરવા જવું છું. ભાઈનો ગુસ્સો જોઈને પ્રિંસ મિત્રને ફોન કરીને ઘરે મોકલ્યો. ત્યારે અંકુશ પોતાના પિતા બ્રિજેશ ઉર્ફે બિરજુ સાથે મારપીટ કરી રહ્યો હતો.
પાડોશીઓ અને મિત્રોએ તેને છોડાવ્યો હતો. પ્રિન્સ ઘરે પહોંચ્યો ત્યારે પિતા અને ભાઈ વચ્ચે ઝઘડો ચાલુ જ હતું.. આ ઝઘડા દરમિયાન આરોપી અંકુશે દસ્તાથી પિતાના મોઢાના ભાગે ઘા ઝીકી દીધો હતો. જેથી તેના પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં (hospital) ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં નાના ભાઈ પિતાની હત્યાને લઈને મોટા ભાઈ અંકુશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. મૃતક બ્રિજેશ ઉર્ફ બિરજુ ગારંગેની પ્રથમ પત્ની 2013માં મૃત્યુ પામી હતી. તેમને 4 સંતાનો છે. જેમાં બે પુત્ર અને બે દીકરી છે જેમાંથી બન્ને દીકરીના લગ્ન થઈ ગયા છે.
જ્યારે મોટા દીકરા અંકુશના લગ્ન (marriage) નવેમ્બર 2020માં થયા હતા. લગ્ન પછી અંકુશ પોતાની પત્ની કોમલને લઈને ભાડે રહેવા જતો રહ્યો હતો. પરંતુ મજૂરી કરવા છતાં કમાણી ઓછી હોવાથી તે ઘરનું ભાડું ભરી શકતો ન હતો. જેથી 7 દિવસ પહેલા જ મૃતક બિરજુભાઈ પુત્ર અને પુત્રવધુને પોતાના ઘરે લઈને આવ્યા હતા.
" isDesktop="true" id="1125785" >
બીરજુભાઈની મોટી દીકરી સ્નેહાએ જ પોલીસ કન્ટ્રોલને ફોન કરીને પિતા ભાભીની છેડતી કરી રહ્યા હોવાનું મેસેજ લખાવ્યો હતો. આ મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિરજુ ભાઈ ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા.
મહત્વનું છે કે એક પુત્ર પિતા ની હરકતો પર શંકા કરીને હત્યા નિપજાવી છે. જ્યારે બીજો પુત્ર પિતાને સજ્જન ગણાવે છે. પરંતુ એક દીકરીએ પિતા વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવીને પોલીસને જાણ કરતા હાલમાં પોલીસે છેડતીની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ હત્યાનો (complaint) ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.