Home /News /ahmedabad /

અમદાવાદમાં સાસરિયાઓએ જમાઈને જ 2.5% વ્યાજે લાખો રૂપિયા આપ્યા, જમાઈએ 11માં માળેથી પડતું મૂક્યું

અમદાવાદમાં સાસરિયાઓએ જમાઈને જ 2.5% વ્યાજે લાખો રૂપિયા આપ્યા, જમાઈએ 11માં માળેથી પડતું મૂક્યું

સોલા પોલીસ સ્ટેશન

Ahmedabad Criem News: સાસરીયાઓ દહેજ જેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેનાથી કંટાળીને યુવકે 11 માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરતા તેને ઈજાઓ પહોંચી હતી.

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં (sola) રહેતા એક યુવકે આપઘાતનો પ્રયાસ કરતા (suicide attempt) સમગ્ર બાબતને લઈને તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા (police complaint) પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટના એવી બની હતી કે આ યુવકે તેના સાસરિયાઓ પાસેથી દસ બાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેનું વ્યાજ પણ મૂડી કરતા વધારે ચૂકવ્યું હતું. છતાં પણ સાસરીયાઓ દહેજ જેવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેનાથી કંટાળીને યુવકે 11 માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરતા તેને ઈજાઓ પહોંચી હતી. આ સાથે જ યુવકના પિતાને એક ચિઠ્ઠી પણ મળી હતી જેમાં તેણે સમગ્ર બાબત જણાવી હતી. જેથી સમગ્ર બાબતને લઈને પોલીસે સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોલા માં રહેતા કમલેશ ભાઈ પટેલ પત્ની અને દીકરા સાથે રહે છે અને સાણંદમાં દુકાન ધરાવી વેપાર કરે છે. મોટો દીકરો ધ્રુવ પત્ની અને બાળક સાથે અલગ રહે છે.  થોડા દિવસ પહેલા તેઓને સંબંધી તરફથી જાણવા મળ્યું કે ધ્રુવની સાળી તેનો પતિ 108માં હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં જઈને જોયું તો ધ્રુવને ઇજાઓ પહોંચી હતી.

સોસાયટીના લોકો તરફથી જાણવા મળ્યું કે દીકરા ધ્રુવ એ આપઘાત કરવા માટે 11 માં માળેથી પડતું મુક્ત તેને પગ હાથ તથા શરીરમાં અનેક જગ્યાઓ એ ઇજાઓ થઈ છે.

બાદમાં ધ્રુવના વાહનની ડેકીમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે માતા પિતાને સંબોધીને લખ્યું હતું કે પત્ની રીંકુના પરિવાર વાળા માત્રને માત્ર પૈસા માટે સંબંધ રાખે છે. મેં રીંકુ, તેની બહેન તથા સસરા પાસેથી લીધેલા નાણાં પાંચ વર્ષથી વ્યાજ સાથે ચૂકવી દીધા છે.

અને વ્યાજ એટલું આપ્યું કે મૂડી કરતા પણ વધી જાય. જ્યારે ધંધો ચાલતો ન હતો ત્યારે પત્નીએ પૈસા માંગ્યા હતા. પૈસા આવશે ધંધો ચાલશે એટલે આપી દઈશ તેવું કહેવા છતાંય ઉઘરાણી કરતા હતા.

આ પણ વાંચોઃ-Hit and Run: સુરતના ડિંડોલીમાં દૂધ લેવા નીકળેલા યુવકને કાર ચાલેક અડફેટે લેતા મોત

પત્ની તેની બહેન સસરા સહિતના લોકો ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા જેથી અંતિમ પગલું ભરૂ છું તેમ આ ચિઠ્ઠીમાં લખેલું લખાણ મળી આવ્યું હતું. આરોપીઓએ પૈસા માટે ખૂબ દબાણ કરી દહેજના ત્રાસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

ઇજાગ્રસ્તએ આ સાસરિયાઓ પાસેથી પાંચેક વર્ષ પહેલા 10-12 લાખ લીધા હતા અને વ્યાજ સાથે ચૂકવ્યા છતાંય ત્રાસ આપતા સહન ન થતા આખરે આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ-Accident: ટ્રકની ટક્કરથી કાર સવાર પતિ પત્નીનું દર્દનાક મોત, ઢાબા પર જમીને પરત ફરતી વખતે મોત ભેટ્યું

સમગ્ર બાબતને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં પત્ની રિપલ ઉર્ફે રીંકુ, મહેન્દ્ર પટેલ, કામિની તથા નિતેશ શાહ સામે વ્યાજખોરીનો અને ધમકી આપી હોવાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર