Gujarat high court: તેની માતા તથા બહેનને છોડાવવા માટેની અરજી કરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેના પિતાએ તેની માતા અને બહેનને તેના કાકાના ઘરમાં કેદ કરીને રાખ્યા છે.
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court) મંગળવારે બનાસકાંઠા પોલીસને (Banaskantha Police) આદેશ આપ્યો છે. ફરિયાદી યુવક, તેની માતા અને બહેનને 20 જૂનના રોજ હાઈકોર્ટમાં લાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલાના પુત્રએ આ મામલે ફરિયાદ કરી હતી કે, તેના નશેડી પિતાએ તેની માતા અને બહેનને જબરદસ્તી કેદ કર્યા છે. તેના પિતાએ તેની માતા અને બહેનને સામાન્ય વાતે ખૂબ જ ઢોર માર્યો હતો. આ કારણોસર યુવકે તેના પિતા સામે બંદી પ્રત્યક્ષીકરણની ફરિયાદ (college student filed a habeas corpus) દાખલ કરી છે અને તેની માતા તથા બહેનને છોડાવવા માટેની અરજી કરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેના પિતાએ તેની માતા અને બહેનને તેના કાકાના ઘરમાં કેદ કરીને રાખ્યા છે. તેના કાકા અને કાકાનો પુત્ર તેના પિતાને આ મામલે મદદ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે વકીલે જણાવ્યું છે કે, પુત્ર તેના મિત્રની મદદથી વકાલતનામા પર હસ્તાક્ષર કરી શકે છે.
અરજી દાખલ કરનારના વકીલે આ સમગ્ર મામલે ફોટોઝ રજૂ કર્યા હતા. આ ફોટોમાં દર્શાવવામાં આવ્યું હતું કે, યુવકની માતાને ઢોર માર મારવામાં આવ્યો હતો (mother had been severely beaten). ગંભીર ઈજા થવા છતાં પણ યુવકના પિતાએ ઈલાજ કરાવવાની પરવાનગી ના આપતા ઘરમાં જ ટાંકા લેવા પડ્યા હતા.
વકીલે આ મામલે દાવો કર્યો હતો કે, યુવક, યુવકની માતાએ અને તેની બહેન થોડા સમય માટે ઘરમાંથી બહાર નીકળ્યા હતા. તે સમયે તેણે પોલીસ ફરિયાદ કરી હતી અને રાષ્ટ્રીય મહિલા આયોગ સહિત વિભિન્ન અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમ છતાં, કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા.
ન્યાયમૂર્તિ વિપુલ પંચોલી (bench of Justice Vipul Pancholi) અને ન્યાયમૂર્તિ RM સરીન (Justice RM Sareen) ની પીઠે આ સમગ્ર મામલે શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ કરવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી શા માટે કરવામાં ન આવી.
કોર્ટે પોલીસને સવાલ કર્યો હતો કે, આ ફરિયાદ મામલે શું કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે અન્ય અધિકારીઓને યુવક, તેની માતા અને બહેનને 20 જૂનના રોજ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત અરજીકર્તાને પણ ચેતવણી આપી હતી કે, આ તમામ આરોપ ખોટા સાબિત થશે તો તેને સજા ફટકારવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર