ઘોર કળિયુગ : અમદાવાદમાં પુત્રએ માતાને માર મારી સળગાવી દેવાની આપી ધમકી

નિકુલે તેની માતાને માર મારી, લાતો મારી ઘર સાથે સળગાવી દેવાની ધમકી આપી હતી.

News18 Gujarati
Updated: August 13, 2019, 10:23 AM IST
ઘોર કળિયુગ : અમદાવાદમાં પુત્રએ માતાને માર મારી સળગાવી દેવાની આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 13, 2019, 10:23 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ અમદાવાદ અને અન્ય શહેરોમાં માતાપિતાને ઘરડા ઘરમાં મુકવાનાં કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે એક ઘૃણા ઉપજાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરકોટડામાં માતાપિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાઇ. આ પુત્ર તેના માતા પિતાને માર મારતો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સૈજપુર બોઘામાં આવેલી જયરઘુવીર સોસાયટીમાં રહેતા 79 વર્ષીય બબીબહેન રાઠોડ પતિ અને પુત્ર જગજીવન તથા મહેન્દ્ર સાથે રહે છે. ત્રીજો પુત્ર નિકુલ રાઠોડ કૃષ્ણનગરમાં પત્ની બાળકો સાથે રહે છે. જ્યારે મોટો પુત્ર અનિલ સ્ટાર્ચ પાસે રહે છે. રવિવારે નિકુલ તેના માતા પિતાના ઘરે ગયો હતો. જે બાદ તેના પિતા ગભરાઇ ગયા હતા. પિતા ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતા. પિતા અને ભાઇ પોલીસ ફરિયાદ કરવા પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે નિકુલે તેની માતાને માર મારી, લાતો મારી ઘર સાથે સળગાવી દેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : યુવકનાં પેટમાંથી કઢાયો 3.5 કિલો લોખંડનો ભંગાર

શહેરકોટડા પોલીસે આ અંગે માર મારવાની નિકુલ રાઠોડ સામે ફરિયાદ નોંધી પાસ હાથ ધરી છે. આરોપી નિકુલે અગાઉ પણ તેના પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ પણ તેના પરિવાર દ્વારા કરાયો હતો.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...