અમિત શાહે તેમની પત્ની સાથે સોમનાથમાં કરી પૂજા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમિત શાહે તેમની પત્ની સાથે સોમનાથમાં કરી પૂજા
સોમનાથઃભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ આજે પત્ની સાથે સોમનાથ દાદાના દર્શન અને પૂજા કરી હતી.વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાત : કાલની આરતી કરી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સોમનાથઃભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ આજે પત્ની સાથે સોમનાથ દાદાના દર્શન અને પૂજા કરી હતી.વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાત : કાલની આરતી કરી હતી.
ગઇકાલથી જ અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજકોટ એરપોર્ટ પર અડધી કલાક જેટલુ ટૂંકુ રોકાણ કર્યુ હતુ. તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ બહેન રૂપાણી દ્વારા તેમનુ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તો રાજકોટ શહેર ભારતિય જનતા પાર્ટીના નેતાો તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અમિત શાહ અમદાવાદથી બાય એર રાજકોટ આવી પહોચ્યા હતા. તેમજ રાજકોટથી અમિતશાહ બાય રોડ સોમનાથ જવા નિકળ્યા હતા.
સોમનાથ ટ્ર્સટની વાર્ષિક મિટીંગ પરમ દિવસના મળવા જઈ રહી છે. ત્યારે તેમા ભાગ લેવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. તો સાથો સાથ ગુજરાત રાજ્યના પુર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ તેમજ લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહ ભાગ લેશે. સોમનાથ ટ્ર્સ્ટની મિટીંગમાં મંદિરને લઈ નિતી વિષયક નિર્ણય પણ લેવામાં આવશે.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर