Home /News /ahmedabad /અમદાવાદ એસઓજીએ બાપુનગરમાંથી ડ્રગ્સ સાથે કુખ્યાત આરોપીને ઝડપ્યો, આટલો માલ કરાયે જપ્ત

અમદાવાદ એસઓજીએ બાપુનગરમાંથી ડ્રગ્સ સાથે કુખ્યાત આરોપીને ઝડપ્યો, આટલો માલ કરાયે જપ્ત

ડ્રગ્સ સાથે કુખ્યાત આરોપીને ઝડપ્યો

Ahmedabad SOG: શહેરમાં વધી રહેલ ડ્રગ્સના દૂષણને નાબુદ કરવા માટે શહેર પોલીસએ કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસએ ડ્રગ્સ માફિયાઓનેજેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે હવે ડ્રગ્સ ડિલરો સામે પણ પોલીસએ સખ્ત કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અમદાવાદ: શહેરમાં વધી રહેલ ડ્રગ્સના દૂષણને નાબુદ કરવા માટે શહેર પોલીસએ કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસએ ડ્રગ્સ માફિયાઓનેજેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે હવે ડ્રગ્સ ડિલરો સામે પણ પોલીસએ સખ્ત કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં એટીએસ, ક્રાઇમબ્રાન્ચ સહીત સ્થાનિક પોલીસએ કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપીને અનેક ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ત્યારે અમદાવાદ એસઓજીએ એક એવા શખ્સની ધરપકડ કરી છે કે, જેણે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું.

પોલીસએ આરોપીને ઝડપી પાડ્યો


ઉલ્લેખનીય છે કે, પોલીસને બાતમી મળતા જ પોલીસએ તેને ઝડપી પાડ્યો હતો. આ આરોપી વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 25 જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે. આ સાથે જ આ આરોપી પાસા તેમજ તડીપાર પણ થઇ ચુક્યા છે. જેથી તેની સામે ઘણા ગુનામાં સંડોવાયેલો હોવાની પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: આ 22 બેઠકો પર ફસાયેલો છે ભાજપનો પેચ! PM મોદી અને અમિત શાહ નક્કી કરશે નામ 

બાતમીના આધારે પોસીલ કાર્યવાહી શરૂ કરી


એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, બાપુનગર વિસ્તારમાં આવેલા સુંદરમનગર ખાતે મોહમદ આઝમ ઉર્ફે ટાઇગર મોહમદ સલીમ (રહે, ગાયત્રીનગર, બાપુનગર) નામનો 22 વર્ષિય યુવક એમડી ડ્રગ્સ વેચી રહ્યો છે. જેથી બાતમીના આધારે એસઓજીની ટીમ સુંદરમનગર ખાતે પહોચી ગઇ હતી અને મોબમદ આઝમ ઉર્ફે ટાઇગરની અટકાયત કરી લીધી હતી. જેની પાસેથી પોલીસે રૂપિયા 97,820ની કિંમતનું 9 ગ્રામ 690 મીલી ગ્રામ એમ ડી ડ્રગ્સ કબ્જે કર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેણે કેટલુ ડ્રગ્સ વેચ્ચું છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

આરોપી ડ્રગ્સ લાવીને છુટક વેચાણ કરતો


પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, આરોપી અગાઉ પણ શહેર કોટડા, અમરાઇવાડી અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં 25 જેટલા ગુનામાં પકડાઇ ચુક્યો છે. અને પાસા તેમજ તડીપાર પણ થઇ ચુક્યા છે. આરોપી ડ્રગ્સનો જથ્થો લાવીને છુટક વેચાણ કરતો હતો. હાલમાં પોલીસએ આરોપીની ધપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી, કોની પાસેથી અને કેવી રીતે મંગાવતો હતો. અને કોને કોને પુરો પાડતો હતો. તેની તપાસ હાથ ધરી છે. જ્યારે અત્યાર સુધીમાં તેણે શહેરમાં કેટલા પ્રમાણ ડ્રગ્સ વેચ્યું છે તે અંગે પણ પોલીસએ તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad Rural SOG, ગુજરાત

विज्ञापन
विज्ञापन