અમદાવાદ : ડ્રગ્સ માફિયાઓએ (Drugs mafia)જાણે કે ગુજરાતના (Gujarat)યુવાધનને બરબાદ કરવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. જોકે ગુજરાત પોલીસની સતર્કતા ડ્રગ્સ માફિયાના પ્લાન પર પાણી ફેરવી દે છે. ગઇકાલે જ એટીએસ (ATS)અને કોસ્ટ ગાર્ડ (Coast Guard)સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. જ્યારે અમદાવાદ એસઓજીએ સોનીની ચાલી નજીકથી રૂપિયા 23 લાખ 84 હજારના એમડી ડ્રગ્સ (MD Drugs)સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.
અમદાવાદ એસઓજી નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક કારમાં બે ઈસમો પોતાની પાસે md ડ્રગ્સનો જથ્થો લઈને ઓઢવ વિરાટનગર થઈને સોનીની ચાલી તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે એસઓજીએ મૂળ રાજસ્થાનના મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર નામના બે આરોપીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી રૂપિયા 23 લાખ 84 હજારની કિંમતનું 238.400 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
આ બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો તેને લોકેશ હુકા પાટીદાર નામના વ્યક્તિએ આપ્યો હતો. જે આરોપીની એસઓજીએ શોધખોળ શરૂ કરી છે. જે આરોપીએ પકડાયેલ આરોપીને ડ્રગ્સ સપ્લાય કરવા બદલ રૂપિયા બે લાખ આપવાની લાલચ આપી હતી.
આ બન્ને આરોપીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ પૈસાની લાલચમાં આવીને બન્ને ડ્રગ્સ કેરિયર બનીને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવ્યા હોવાની માહિતી એસઓજીને મળી હતી. જયારે પોલીસે જપ્ત કરેલ કારનો ઉપયોગ પણ માત્ર ડ્રગ્સ સપ્લાય કરવા માટે થતો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
" isDesktop="true" id="1203172" >
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ભારતમાં નશાના કારોબારના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) અને કોસ્ટગાર્ડે (Coastguard) સંયુક્તે આપરેશ કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ (seized Drugs) ઝડપી પાડ્યુ છે. આ ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 300 કરોડ રુપિયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવવામાં આવતુ હતુ. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ ગુજરાત ATS અને DRIના સંયુક્ત ઓપરેશન થકી કંડલામાંથી અંદાજે 3000 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અફઘાનિસ્તાનથી પાવડરની આડમાં લાવવામાં આવતો હતો.