Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદમાં SOGએ સિંધુભવન રોડ પરથી બે ડ્રગ્સ પેડલર પકડ્યાં, 29 લાખનું MD ડ્રગ્સ જપ્ત કર્યું

Ahmedabad News: અમદાવાદમાં SOGએ સિંધુભવન રોડ પરથી બે ડ્રગ્સ પેડલર પકડ્યાં, 29 લાખનું MD ડ્રગ્સ જપ્ત કર્યું

બે આરોપીઓની તસવીર

Ahmedabad News: 31 ડિસેમ્બર પહેલા શહેર એસઓજીએ કાર્યવાહી હેઠળ એમડી ડ્રગ્સ આપવા માટે નીકળેલા બે પેડલરોને પકડી પાડ્યા છે.

અમદાવાદઃ 31 ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ દિવસે મોટા પ્રમાણમાં ઉજવણીનો માહોલ હોય છે. તે દરમિયાન ઘણીવાર અસામાજિક તત્વો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. ત્યારે પોલીસ વિભાગ સહિત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પણ સતર્ક થઈ ગઈ છે અને અમદાવાદ શહેરમાં કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કાર્યવાહી હેઠળ એમડી ડ્રગ્સ આપવા માટે નીકળેલા બે પેડલરોને પકડી પાડ્યા છે.

બાતમીને આધારે કાર્યવાહી કરી


મળતી માહિતી પ્રમાણે, એસઓજીને ડ્રગ્સ પેડલરો માટે બાતમી આપવામાં આવી હતી. આ બાતમીને આધારે ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલીખાન નાગોરી પાલનપુરથી સિંધુભવન રોડ પર ડ્રગ્સ આપવા આવવાના હતા. આ બાતમીને પગલે એસઓજી સતર્ક થઈ ગઈ હતી અને બંને આરોપીઓને ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન જ્યારે બંને આરોપીઓ ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા ત્યારે બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમની પાસે રહેલું 29 લાખ રૂપિયાનું 296 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ યુવતીને ધમકી આપતા કહ્યુ- ‘તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો...’

કોડવર્ડનો ઉપયોગ કરતા હતા


બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ ખાસ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જ આવ્યા હતા. આરોપીઓની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, તેઓ એક કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જે વ્યક્તિ સાથે ડિલ થાય તેના ભળતા નામ કે અન્ય પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જેથી કોઈ ત્રાહિત વ્યક્તિ બોગસ બનીને તેઓનો માલ ન પડાવી શકે અને ડિલ કરનાર વ્યક્તિના હાથમાં જ આ ડ્રગ્સ આપતા હતા. જે વ્યક્તિએ ડિલ કરી હોય તેની સાથે જે કોડવર્ડ નક્કી કરાયો હોય તે જ કોડવર્ડ ડ્રગ્સ લેવા આવનાર વ્યક્તિ આપે તો જ આ જથ્થો અપાતો હતો. આરોપીઓ અત્યાર સુધીમાં છેલ્લા છ માસમાં ત્રણવાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યાં છે.

આ પણ વાંચોઃ ‘સાહેબ, મારા પતિને લગ્ન પહેલાથી છાપરામાં રહેતી સ્ત્રી સાથે સંબંધ છે’

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ


ત્યારે આ ડ્રગ્સ આરોપીઓ કોની પાસેથી લાવ્યાં અને કોને આપવાના હતા એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી ઇરફાન ઉર્ફે પોપટ અગાઉ મર્ડરના ગુનામાં દોઢેક વર્ષ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો હતો અને તેની સામે મારામારી અને ધમકી આપવાનો પણ ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad news, Drug Addiction, Gujarat Drugs