Home /News /ahmedabad /અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાઇ કરતી મહિલાની SOG એ કરી ધરપકડ, આ કારણોસર મહીલા બની ડ્રગ્સ પેડલર

અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાઇ કરતી મહિલાની SOG એ કરી ધરપકડ, આ કારણોસર મહીલા બની ડ્રગ્સ પેડલર

અમદાવાદ એસઓજી એ અન્ય એક ફરાર આરોપીને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યાં છે.

Ahmedabad Crime: જુહાપુરાના સંકલિત નગરમાં રહેતી આ મહીલા તેના ઘરે થી જ એમડી ડ્રગ્સનું વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરની તપાસ કરતા 34.900 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે

અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્સનું દુષણ નાબુદ થાય તે માટે પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે તવાઇ બોલાવવામાં આવી રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તો પોલીસે અનેક ડ્રગ્સ પેડલરોને પણ ઝડપીને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. એસઓજી એ જુહાપુરામાંથી ડ્રગ્સના જથ્થા સાથે એક મહીલાને ઝડપી પાડી છે. જે ડ્રગ્સનો જથ્થો તે વટવાના એક યુવક પાસેથી લાવી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ એસઓજીએ ડ્રગ્સ સપ્લાયર પરવીન બાનું બલોચ નામની મહીલા આરોપીની ધરપકડ કરી છે. જુહાપુરાના સંકલિત નગરમાં રહેતી આ મહીલા તેના ઘરે થી જ એમડી ડ્રગ્સનું વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરની તપાસ કરતા 34.900 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે, સાથે જ કુલ 3.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરવીન બાનુની પુછપરછ કરતા એમડી ડ્રગ્સ તે વટવાના શહેજાદ પઠાણ પાસેથી આ ડ્રગ્સ લાવી હતી. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગોડાદરાથી ભાગેલી કિશોરી મુંબઈમાં વિધર્મી યુવક સાથે બંધ ઓરડામાં આવી અવસ્થામાં મળી આવી

ડ્રગ સપ્લાયર પરવીન બલોચની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે છેલ્લા ચાર મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરે છે. કારણ કે તે પોતે ટીબીની બીમારીથી પીડિત છે. અને તેની સારવાર માટે એક લાખ રૂપિયાની જરૂર હતી સાથે જ આરોપીનો પતિ છુટક વેપાર ધંધો કરે છે. અને તેનો પતિ ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાથી સારવાર માટે રૂપિયા આપી શકે તેમ ન હતો તેથી જ ઝડપથી સારવાર માટે રૂપિયા એકઠા કરવા તે ડ્રગના ધંધામાં જોડાઈ હતી.

હાલમાં પોલીસએ આરોપીની પૂછપરછ કરીને તેણે અત્યાર સુધીમાં ક્યાંથી ક્યાંથી ડ્રગ્સનો જથ્થો લાવીને કોને આપ્યો છે. અને કેટલી વખત ડ્રગ્સનો જથ્થો લાવી હતી. તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યાં છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime branch, Latest Ahmedabad Crime news

विज्ञापन