Home /News /ahmedabad /2010 પહેલાના લાયસન્સ રીન્યુના બેકલોક કરવામાં એરર, સોફ્ટવેરના કારણે હજારો અરજદારો અટવાયા

2010 પહેલાના લાયસન્સ રીન્યુના બેકલોક કરવામાં એરર, સોફ્ટવેરના કારણે હજારો અરજદારો અટવાયા

સોફ્ટવેરના કારણે અરજદારો અટવાયા

License Renewal Process: વાહન રોડ પર લઈને નિકળી રહ્યા છો તો લાયસન્સ હોવુ જરૂરી છે. લોયસન્સ ન હોય તો મુશ્કેલી ઉભી થાય છે. એટલે વાહન ચાલકો લાયસન્સ સમયસર રિન્યુ કરાવી લે છે. પરંતુ અત્યારે સોફટવેરમાં એરરના કારણે 2010 પહેલાના લાયસન્સ રીન્યુ માટેના બેકલોક કરવામાં એરર આવી રહી છે.

વધુ જુઓ ...
ગુજરાત: વાહન રોડ પર લઈને નિકળી રહ્યા છો તો લાયસન્સ હોવુ જરૂરી છે. લોયસન્સ ન હોય તો મુશ્કેલી ઉભી થાય છે. એટલે વાહન ચાલકો લાયસન્સ સમયસર રિન્યુ કરાવી લે છે. પરંતુ અત્યારે સોફટવેરમાં એરરના કારણે 2010 પહેલાના લાયસન્સ રીન્યુ માટેના બેકલોક કરવામાં એરર આવી રહી છે. ફેસલેશના દાવાઓ પોકળ સાબિત થયા છે. અને હજારો અરજદારો અટલાયા છે. 2010 પહેલાના લાયસન્સ રિન્યુ કરાવવા માટે પહેલા બેકલોક કારવુ પડે છે. એટલે કે parivahan.gov.in પર એન્ટ્રી કરવાની હોય છે. પરંતુ અરજદાર એન્ટ્રી કરે તો એરર આવે છે. અને અન્ટ્રી થતી નથી.

અરજદાર એન્ટ્રી કરે તો એરર આવે છે


આરટીઓ કચેરીમાં કોઈ જવાબ દેતુ નથી. તો હવે અરજદાર જાય તો ક્યા જાય. ઓલ ગુજરાત મોટર ડ્રાઈવિંગ એસોસિયેશના પ્રમુખ હરિશભાઈ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, 2010 પહેલના લાયસન્સ રિન્યુ કરાવવાનુ હોય, ડુપ્લીકેટ કરવાનુ, એડ્રેસ બદલવાનુ હોય અથવા તો કોઈ પણ સુધારો વધારો કરવાનો હોય તો પહેલા બેકલોક કરવાનુ હોય છે. સાર્થી 2 સોફટવેરમાંથી સાર્થી 4 સોફ્ટવેરમાં કરાવવુ પડે છે. જેને બેકલોક કહેવામાં આવે છે. જે 2021ના પરિપત્ર પ્રમાણે ફેસલેસ થય ગઈ હતી. જેના કારણે અરજદાર ઘરે બેસી અથવા તો ડ્રાવિંગ સ્કૂલ પર જઈને કરાવતા હતા.

આ પણ વાંચો: રામનવમીની ઘટના બાદ તંત્ર એલર્ટ, વડોદરા પોલીસ હનુમાન જયંતિએ સર્વેલન્સ વધારશે 

આ સમસ્યાને કારણે હજારો આરજદારો અટવાયા


ઉલ્લેખનીય છે કે, અત્યારે 2010 પહેલાના લાયસન્સની એન્ટ્રી કરાવવા જઈએ તો મેસેજ આવે પબ્લીક માટે પરમિશન નથી. એવી એરર આવે છે. અરજદાર આરટીઓમાં જાય તો બેક લોક કરી આપતા નથી. કહેવામાં આવે છે એન્ટ્રી કરીને આવજો પણ એન્ટ્રી થતી જ નથી. આ કોમન પ્રશ્ન છે. એનઆઈસીનો પ્રોબ્લેમ છે. આ ગુજરાતની સમસ્યા છે. હજારો આરજદારો અટવાયા છે. અને જો સમયસર લાયસન્સ રિન્યુ થશે નહી તો અજદારઓ ફરી જટિલ પ્રકિયામાંથી પસાર થવુ પડશે. એટલે સરકારને પણ વિનંતી કરી છે કે ફેસલેશ થતી હતી તે ચાલુ કરાવે અને પેન્ડીંગ અરજીનો નિકાલ લાવવામાં આવે તેમજ સોફટવેરમાં ચાલુ ન થાય ત્યા સુધી આરટીઓ કચેરીમાં અન્ટ્રી કરાવવા માટેની સુવિધા શરુ કરવામાં આવે.

આ પણ વાંચો: હવસનો શિકાર બનાવવા બાળકીને અવવારું સ્થળે લઈ જઈ કરી હત્યા, સીસીટીવીએ ખોલ્યા રાઝ

એરરને લઈને લોકો થઈ રહ્યા છે પરેશાન


મળતી વિગતો પ્રમાણે અત્યારે લોકો લાયસન્સ રિન્યું કરાવા માટે જઈ રહ્યા છે, પરંતુ તેમાં એરર આવવાના કારણે અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોની એ પણ ફરિયાદ છે કે, આ મામલે આરટીઓના અધિકારીઓ પણ કોઈ જવાબ આપી રહ્યા નથીં. તેથી લોકોને ભારે તકલીફનો સમાનો કરવો પડી રહ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmadabad, Ahmedabad news, License