અમદાવાદ : અમદાવાદની (Ahmedabad)આનંદનગર પોલીસે (Anandnagar police)મે મહિના માં સૌ પ્રથમ વખત વ્હેલ એમ્બર ગ્રીસની તસ્કરીનો (Smuggling Whale Vomit)પર્દાફાશ કર્યો હતો. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી એમ્બર ગ્રીસ સપ્લાય થાય છે અને મહારાષ્ટ્ર અને ગોવામાં ખરીદનાર છે. આનંદ નગર પોલીસે વ્હેલ એમ્બર ગ્રીસના 5 કિલો 350 ગ્રામ જથ્થા સાથે 3 ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે વધુ ચોંકવાનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ રેકેટ માત્ર ગુજરાત નહીં પરંતુ 4 રાજ્યોમાં ફેલાયેલું છે. આ મામલે ફોરેસ્ટ વિભાગે વધુ 2 આરોપીઓનું નિવેદન નોંધ્યું છે.
અમદાવાદની આનંદનગર પોલીસે આશરે 7 કરોડની કિંમતનું વ્હેલ માછલીની ઉલ્ટી પકડી રેકેટના 3 કમિશન એજન્ટની ધરપકડ કરી હતી. આનંદનગર પોલીસે 3 આરોપી કે જેમના નામ સુમેર સોની, ખાલિદ ઓફી, શરીફ છીડાની ધરપકડ કરી હતી. આ મામલે તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવતા વધુ 2 આરોપીઓ આગોતરા જામીન લઈને હાજર થયા હતા અને તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. પરંતુ આ કેસની સાથે સાથ મુંબઈમાં પણ 1 પોલીસ કર્મચારી સહિત 6 લોકોની અલગ અલગ 2 કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ તો માત્ર એજન્ટ હતા પરંતુ આ ગેંગ મુંબઈ, ગોવા, ગુજરાતમાં વધુ સક્રિય છે. મુંબઈના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના દરિયામાંથી વ્હેલ માછલીની ઉલ્ટી કાઢવાનું રેકેટ ચાલે છે અને તેને વેચવાની જવાબદારી કેટલાક લોકોને આપવામાં આવે છે. તપાસમાં સામે આવ્યું છે કે વ્હેલ માછલીને વેંચવા માટે મુંબઈ અને ગોવામાં લઈ જવામાં આવે છે.
" isDesktop="true" id="1131254" >
તમને જણાવી દઈએ કે વ્હેલ માછલીની ઉલ્ટીથી મોંઘી પર્ફ્યૂમ બનાવવામાં આવે છે. પરંતુ તપાસમાં અત્યાર સુધી આ વાતનો ખુલાસો થયો નથી કે આને કોણ કાઢે છે અને તેને ખરીદનાર વેપારીઓ કોણ છે. મહત્વની વાત છે કે ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં આ વ્હેલની ઉલટીની માંગ વધુ છે. અધિકારીઓનું કહેવું છે કે આ ગેંગ દરિયામાં માત્ર વ્હેલ માછલીની ઉલટી કાઢવાનું કામ જ કરે છે. હાલ 4 રાજ્યોના ફોરેસ્ટ વિભાગ આ મામલે તપાસ કરી રહ્યા છે અને આ ગેંગના માસ્ટર માઈન્ડને શોધવા કાર્યવાહી કરી રહ્યા છે.