Home /News /ahmedabad /Smriti Irani: સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અને આપને આડે હાથ લેતા કહ્યું- ગુજરાત ભાજપમાં રાજનીતિના સંસ્કાર છે

Smriti Irani: સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અને આપને આડે હાથ લેતા કહ્યું- ગુજરાત ભાજપમાં રાજનીતિના સંસ્કાર છે

હેલો કમલ શક્તિ કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે સંબોધતા કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા.

Gujarat Politics: સ્મૃતિ ઇરાનીએ દિલ્હીથી આવતા સપનાઓના સોદાગર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, માત્ર કાર્ડ વહેંચવાથી કે રૂપિયાનો લોભ લાલચ આપીને કાર્યકર્તાઓને ખરિદવાથી ગુજરાતનો નાગરિક ભ્રમિત થશે નહી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે આયોજીત કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીજીની ઉપસ્થિતિમાં “હેલો કમલ શક્તિ” સંવાદ બહેનો સાથે, સુચન બહેનોના કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લેતા આકરા રાજકીય પ્રહારો કર્યા હતા.

હેલો કમલ શક્તિ કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે સંબોધતા કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, આજે જાહેર કરવામાં આવેલ મિસ કોલ નંબર 92275-92275 એ માત્ર એક આંકડાકીય નંબર નથી પરંતુ ગુજરાતની નારી શક્તિ સાથે સંવાદનો સેતુ છે. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નારી શક્તિએ ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત તાકાતનો અને મહિલા મોરચાની ઉત્તમ કામગીરીનો પરિચય આપ્યો છે.

સ્મૃતિ ઇરાનીએ દિલ્હીથી આવતા સપનાઓના સોદાગર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, માત્ર કાર્ડ વહેંચવાથી કે રૂપિયાનો લોભ લાલચ આપીને કાર્યકર્તાઓને ખરિદવાથી ગુજરાતનો નાગરિક ભ્રમિત થશે નહી. કાર્યકર્તાના નિર્માણમાં પેઢીઓ નિકળી જતી હોય છે પૈસાથી ખરીદેલ વ્યક્તિ ક્યારેય કાર્યકર ન બની શકે. સ્મૃતિ ઇરાનીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, દિલ્હીથી વ્યકિતઓ ગુજરાતમાં એક રાજકીય પક્ષ તરીકે ચૂંટણી લડવા નહી પરંતુ ચૂંટણીની રમત રમવા વારંવાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપમાં રાજનીતીના સંસ્કાર રહેલા છે. ગુજરાતમાં ક્યારેય કાર્યકર્તાઓ વેચાવાના નથી. જ્યારે દિલ્હીથી આવનાર પાર્ટીના સંસ્કાર માત્ર ને માત્ર પૈસા આપીને પોતાની જાહેરાત થકી પ્રસિદ્ધિ કરવાના રહ્યા છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી માટે ગુજરાતીઓના દીલમાં જે જગ્યા છે તે ક્યારેય પણ કોઇનાય દ્વારા ખરીદી શકાશે નહી.

આ પણ વાંચો- પાકિસ્તાનથી દરિયામાં તરતા ગુજરાત આવ્યા ચરસના પેકેટ

સ્મૃતિ ઇરાનીજીએ દિલ્હીથી ચૂંટણીની રમત રમવા આવતા રાજનીતીક પક્ષને જણાવ્યું કે, ગુજરાતની પ્રજા અને ગુજરાતની અસ્મિતા વિરુદ્ધ જુઠ્ઠાણા ફેલાવી પ્રેસના જમાવડા કરીને કે, ગુજરાતના વિવિધ સમુદાયના સમાજોને ગેરમાર્ગે દોરીને ગુજરાતમાં ચૂંટણી જીતવી શક્ય નથી. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ સામે 2014માં પણ વારાણસીમાં ચૂંટણી લડયા હતા અને કારમો પરાજય થયો હતો હવે ફરી ગુજરાતમાં કારમી હાર ભાળવા આવી રહ્યા છે. નત નવા જુઠ્ઠાણા, સપનાના પોટલા લઇને આવનાર આવા લોકોની સામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં આવીને આશરે 24 હજાર કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરીને ગુજરાતની પ્રજાને ભેટ આપી છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ વંદે ભારત અને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે તો સામે દિલ્હીથી આવતા સપનાના સોદાગરે DTCની બસ ખરીદીમાં કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીજી દસ કરોડ પરિવારોને નળથી સ્વચ્છ જલ પહોંચાડી રહ્યા છે ત્યારે આઠ વર્ષથી સત્તામાં રહેનાર દિલ્હીથી આવનાર આ સપનાના સોદાગર ત્યાની 690 જેટલી કોલોનીઓમાં પાણીની સેવા પહોંચાડી શકતા નથી.

આ પણ વાંચો- વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો

સ્મૃતિ ઇરાનીજીએ આજે છઠ્ઠા નોરતે માતાજીના ચરણોમાં કમળનું ફુલ ચઢાવીને માં પાસે આશિર્વાદ માંગવા અને ગુજરાતના પરિવારોને નર્મદાના પાણીથી વંચીત રાખનાર ગુજરાત વિરોઘી લોકોનો સાથ આપવા માટે મોટામાં મોટો દંડ તેમને મળે તેવી માં અંબાને પ્રાર્થના કરવા સૌ બહેનોને આગ્રહ કર્યો હતો. ગુજરાતમાં પાણીથી વંચીત રાખવાના ષડયંત્રકારીને સાથ આપનાર આજે ગુજરાતમાં સપનાની પોટલી વહેંચવા આવી રહ્યા છે તો સ્વભાવિક દરેક ગુજરાતીઓના મનમાં પ્રર્શ્ન થાય જ કે આટલા રૂપિયા લાવે છે ક્યાથી?

સ્મૃતિ ઇરાનીજીએ જણાવ્યું કે, ગુજરાતમાં દૂધ સંજીવની યોજના થકી 30 લાખ જેટલી ઘાત્રી મહિલાઓને દૂધની વ્યવસ્થા ગુજરાત સરકાર કરે છે તેની સામે 850 જેટલા નવા દારૂના અડ્ડા શરૂ કરવાનું પાપ કેજરીવાલે દિલ્હીમાં કર્યુ છે. અમો દૂધ આપીએ છીએ અને કેજરીવાલ પીંક ઠેકા ચલાવે છે. હાલના જ એક કાર્યક્રમમાં કેજરીવાલની પોલ ખુલી પડી છે તેમના વિસ્તારમાં આવેલ એક પણ શાળામા કોઇ અનુદાન આપ્યુ નથી કે ક્યારેય વિધાનસભા વિસ્તારની શાળાની મુલાકાત લીઘી નથી. આમ દિવા તળે અંઘારુ એ કહેવત કેજરીવાલના પ્રકરણમાં આજે પણ સાચી સાબીત થાય છે. અંઘારુ લઇને દિલ્હીથી આવનાર  લોકોને ગુજરાતના વિકાસનો પ્રકાશ મહિલા મોરચાની બહેનો દેખાડી અને આવા લોકોની આંખો અંજાવી દેશે તેવો વિશ્વાસ સ્મૃતિજીએ વ્યકત કર્યો હતો. કેજરીવાલ દારૂ કેવી રીતે પી શકાય તેની ટ્રેનિંગની શાળા શરૂ કરી રહ્યા છે તે ખૂબ દુખની બાબત છે.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly elections, BJ Gujarat Politics, Smriti Irani, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन