Home /News /ahmedabad /SMCનો સપાટો : ગોમતીપુરમાં ધમધમતા જુગારધામ પર દરોડા, સુરત-ખેડામાં પણ મોટી કાર્યવાહી

SMCનો સપાટો : ગોમતીપુરમાં ધમધમતા જુગારધામ પર દરોડા, સુરત-ખેડામાં પણ મોટી કાર્યવાહી

એએમસીના દરોડા

SMC Raid : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી 

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
SMC Raid : શહેરના ગોમતીપુર વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કરતા ચાર જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. મુસ્તાક નામનો યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ફાયદા માટે જુગારધામ ચલાવી રહ્યો હતો. જ્યાં ગઇકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે.


વ્હિકલ સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત


સ્ટેટ મોનીટરીંગ સેલે વીસ હજાર રોક્ડ સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે , ગોમતીપુર વિસ્તારમાં આવેલા મનીયારવાડમાં મુસ્તાક મહેબુબભાઇ સંધી અને રીકીન ઉર્ફે બન્ની ભેગા મળીને જુગારધામ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો :  Gujarat Weather Update: આ વખતે ઠંડી 10 દિવસ વહેલી શરૂ થશે, આ તારીખથી ધાબળા-જેકેટ તૈયાર રાખજો

બાતમીના આધારે એસએમસીની ટીમે પ્લાનીગ કરીને રેડ કરી હતી જ્યા ચાર કરતા વધુ લોકો જુગાર રમવા માટે બેઠા હતા. પોલીસને જોતા કેટલાક જુગારીઓ નાસી ગયા હતા જ્યારે ચાર જુગારીઓ ઝડપાઇ ગયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે 20 હજાર રોક્ડ, 15 હજારના ચાર મોબાઇલ તેમજ એક વ્હિકલ સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


ઝડપાયેલા ચારમાંથી બે વોન્ટેડ


એસએમસીએ ઇરફાન ઇમામુદ્દીન શેખ (રહે.દાણીલીમડા), સાદીકખાન રાશીદખાન પઠાણ (રહે.રામોલ), મુસ્તુફા ગુલાબનબી શેખ (રહે.શાહેઆલમ), નાઝર અલી દીનમોહમદ પીરાની (રહે.જુહાપુરા)ની ધરપકડ કરી છે. જ્યારે જુગારધામ ચલાવા મુસ્તાક સંધી તેમજ રીકીન ઉર્ફે બન્ની વોન્ટેડ છે.

આ પણ વાંચો :  Bharuch: જલારામ બાપાની 223મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાશે; આ સમયે થશે પૂજા વિધિ

એસએમસીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે જ્યારે ગોમતીપુર પોલીસે જુગારધામ ચલાવતા બન્ને ભાગીદારોની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે. મહત્વ નું છે કે માત્ર અમદાવાદ નહિ પરંતુ રાજ્ય ના ખેડામાં થી પણ દારૂ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ સુરત ગ્રામ્ય માં પણ એસ એમ સી દરોડા પાડી ને દારૂ નો વેપાર કરતાં એક મહિલા સહિત 2 લોકોને ઝડપી પાડ્યા છે અને સ્થાનિક પોલીસ સ્ટેશન ને સોંપીને આગળ ની કાર્યવાહી શરૂ કરી છે.

મહત્વ નું છે કે થોડા છેલ્લા સમય થી એસ એમ સી દ્વારા અલગ અલગ જગ્યા બૂટલેગરો ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmedabad Breaking News, Ahmedabad news, Raids, SMC

विज्ञापन