Video : ચાલાક બાળ ચોર, ચપળતાથી રૂપિયા ભરેલું પર્સ લઇ ફરાર
News18 Gujarati Updated: July 8, 2019, 2:33 PM IST

CCTVની તસવીર
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં એક બાળક રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થયો હતો.
- News18 Gujarati
- Last Updated: July 8, 2019, 2:33 PM IST
નવીન ઝા, અમદાવાદઃ નાના મોટા શહેરોમાં ચોરીને અંજામ આપતી ગેંગો સક્રિય થયેલી છે. વિવિધ નામથી ઓળખાતી ગેંગો પોતાની આગવી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવીને ચોરીને અનજામ આપતી હોય છે. તાજેતરમાં ચાદર ગેંગ સક્રિય છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી જોઇને ભલભલા ચોંકી જાય છે. ચાદરની આડમાં બાળકને સંતાડીને ચોરી કરવાની રીતથી પોલીસ પણ ચોંકી ઉછી છે.
મળતી માહિતીપ્રમાણે અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં એક બાળક રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થયો હતો. પેથોલોજી લેબમા ભીખ માંગવાના બહાને ચોરી કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
સીસીટીવીમાં દેખાય છે કે, પહેલા ભીક્ષુક બનીને ત્રમ મહિલાઓ ચાદર ઓઢીને પેથોલોજી લેબમાં આવે છે. ત્યારે અંદર બેઠેલી મહિલા સાથે ભીખ માંગે છે. અને ત્યારબાદ લેબમાં બેઠેલી મહિલા સાથે રકઝક કરે છે. ત્રણ મહિલાઓ સાથે નાનું બાળક પણ આવેલું દેખાય છે. આ બાળકને એવી રીતે ટ્રેન કર્યું છે કે, જ્યારે મહિલાઓ એકબીજા સાથે રકઝક કરે છે ત્યારે ચાદરની આડમાં બાળક સંતાઇને લેબવાળી મહિલાની ખુરશી નીચે થઇને પૈસા ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઇ ગાય છે.આ સમગ્ર ઘટના જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી છે. હવે ચોરી કરવા માટે નાના બાળકો ટ્રેઇન કરીને ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

Loading...