અમદાવાદ સેન્ટ્રલ જેલમાં બહેનોએ કેદી ભાઇઓને બાંધી રાખડી

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના 1900 અને પાકા કામના 900 કેદી મળીને 2800 જેટલા કેદી છે.

News18 Gujarati
Updated: August 15, 2019, 3:42 PM IST
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં બહેનોએ કેદી ભાઇઓને બાંધી રાખડી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 15, 2019, 3:42 PM IST
ઋત્વીજ સોની, અમદાવાદઃ રક્ષાબંધનના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

રાખડી બાંધતા સમયે બહેનોની આંખોમાંથી ખુશીના અશ્રુ છલકી પડ્યા હતા. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આખોમાં ખુશી છલકાઈ રહી હતી.

બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના 1900 અને પાકા કામના 900 કેદી મળીને 2800 જેટલા કેદી છે.

આ પણ વાંચોઃ-ભારતમાં પહેલીવાર હાઇકોર્ટમાં વોરરૂમ શરૂ, નીચલી કોર્ટો ઉપર રહેશે બાજ નજર

જેના કારણે જેલ સત્તાધીશોએ રક્ષાબંધનના તહેવારે બહેનોને અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ અગાઉથી કરી લીધી હતી. બહેનોનો વધારો ઘસારો હોવાના કારણે જેલ સત્તાધીશોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો.
First published: August 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...