Home /News /ahmedabad /હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: પતિને પરસ્ત્રી સાથે સબંધ (husband affair) હોવાની જાણ થતાં તેણે નણંદને (sister in law) જણાવ્યું તો તેણે કહ્યું કે તે તેની મિત્ર છે અને તેણે જ મિત્રતા કરાવી આપી હતી.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી એક પરિણીતાએ તેના જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ (wife complaint) નોંધાવી છે. મહિલાને તેનો પતિ ઝગડા કરી દારૂ પીને માર મારતો (wife beats by husband) હતો. આટલું જ નહીં પતિને પરસ્ત્રી સાથે સબંધ (husband affair) હોવાની જાણ થતાં તેણે નણંદને જણાવ્યું તો તેણે કહ્યું કે તે તેની મિત્ર (friend) છે અને તેણે જ મિત્રતા કરાવી આપી હતી.

શહેરના કૃષ્ણ નગરમાં રહેતી 48 વર્ષીય મહિલા પતિ અને 21 વર્ષીય પુત્ર સાથે રહે છે. મહિલાનો પતિ વેપાર કરે છે. વર્ષ 1996માં મહિલાએ લગ્ન કર્યા હતા અને બાદમાં સંસાર સારી રીતે ચાલતો હતો પણ પતિ ગુસ્સા વાળા સ્વભાવનો હોવાથી ઝગડા થતા હતા.

બાળકને જન્મ આપ્યો ત્યારે જિયાણા માં જે રૂપિયા આવ્યા હતા તે ભેગા કરી મહિલાએ ફ્લેટ લીધો અને બાદમાં પતિ તથા સંતાન સાથે ત્યાં રહેવા ગઈ હતી. થોડા સમય બાદ બીજું મકાન લેવા પતિએ પત્નીને પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ કર્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

મહિલાનો જેઠ અને નણંદ પણ ઘરે આવી મહિલાના પતિને ચઢામણી કરતા હતા અને મહિલાનો પતિ દારૂ પીને આ બધી બાબતોમાં તેને માર મારતો હતો. મહિલાનો પતિ પોતાના પુત્રને પોતાનું સંતાન ન ગણી મહિલાને ત્રાસ આપી ગેરવર્તન કરતો હતો. બાદમાં તું મને ગમતી નથી, પિયરમાંથી પાંચ લાખ લાવી નથી કહીને ઝગડા કરી પતિ માર મારતો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ છગન ભરવાડની હત્યાના આરોપી કારરશા, ફકીર બંધુ સહિત ધમો અને રવિ ઝડપાયા, જણાવ્યું હત્યાનું કારણ

દરમિયાન મા કોઈ પરસ્ત્રી સાથે પતિને આડા સબંધ હોવાની જાણ થતા મહિલાએ જેઠ અને નણંદ ને કહ્યું તો તેઓએ મહિલાના પતિનો પક્ષ લીધો હતો. આટલું જ નહીં જેઠે મહિલાને કહ્યું કે તેનો ભાઈ તે સ્ત્રી સાથે જ સબન્ધ રાખશે, ફાવે તો રહેવાનું, મારો ભાઈ ગમે તેટલી સ્ત્રી સાથે સબન્ધ રાખે ચુપચાપ રહેવાનું કહી ધમકી આપતો.

આ પણ વાંચોઃ-સુરતઃ રાંદેરમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું, પતિના તેની ભાભી સાથેના હતા આડા સંબંધો

મહિલાની નણંદએ પણ કહ્યું કે પરસ્ત્રી મારી મિત્ર છે અને મેં જ તેની સાથે મિત્રતા કરાવી આપી હતી. એક દિવસ મહિલા નણંદ ને સમજાવવા ગઈ તો પતિએ આ પત્નીને માર મારતા કંટાળી ને આ મામલે કૃષ્ણ નગર પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati News News, Husband affair, Husband wife fight