Home /News /ahmedabad /ગુજરાતમાં રોગચાળો વકરતા આ દવાઓની વધી રહી છે માંગ, નિષ્ણાતે આપી આવી સલાહ

ગુજરાતમાં રોગચાળો વકરતા આ દવાઓની વધી રહી છે માંગ, નિષ્ણાતે આપી આવી સલાહ

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશના પ્રમુખ જસુભાઈ પટેલ

Ahmedabad News: તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી સહિતની દવાઓની માંગ વધુ છે. સાથે પેટની બીમારીની દવાઓની પણ માંગ વધી રહી છે.

અમદાવાદ : રોગચાળો દિવસને દિવસે પકડી રહ્યો છે લોકો પરેશાન થઈ રહ્યા છે. મચ્છરજન્ય અને વાયરલ રોગચાળામાં  નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.  ઘરે ઘરે વાયરલ ઇન્ફેક્શનની બીમારી વધી છે. વાયરલ ઇન્ફેક્શન વધતા તાવ, ઉધરસ, શરદીના કેસો વઘ્યા છે. બીમારી વધતા દવાઓના વેચાણમાં પણ ધરખમ વધારો થયો છે. દવાઓના વેચાણમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી સહિતની દવાઓની માંગ વધુ છે. સાથે પેટની બીમારીની દવાઓની પણ માંગ વધી રહી છે.

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશના પ્રમુખ જસુભાઈ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, ઘરે ઘરે લોકો બીમાર છે. ફ્લુ જેવું વાતાવરણ છે પરંતુ કોરોનાની એક લહેર છે. ઘરમાં એક વ્યક્તિને થાય એટલે બીજાને થાય છે. તાવ, શરદી ઉધરસ સહિત સ્વાઇન ફલૂ અને ડેન્ગ્યુના કેસ વધ્યા છે. જેના કારણે દવાના વેચાણમાં 30 ટકાનો વધારો થયો છે. જેમાં એજીથ્રરોમાઇસીન, સિફેક્સિમ,એમોકસીક્લેવમ, નોરફ્લોકસાસીન ટીનીડાઝોલ, મેટ્રોડીનાઝોલ, લોપરામાઇડ, ડોમપેરિડોન, રાનીટિડીમ, પેરાસિટામોલ સહિતની દવાઓમાં વેચાણ વધ્યું છે. સાથે સિરપની માંગમાં પણ વધારો થયો છે.

આપ પણ વાંચો : 'આપના ગુજરાતમાં વધતા વ્યાપથી ભાજપ ગભરાઇ'

રોગચાળાના કારણે હોસ્પિટલમાં લાંબી કતારો લાગે છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 20 હજાર આસપાસ ઓપીડી નોંધાયા હતી. જેમાં બાળકો પણ રોગચાળાના સપડાઇ રહ્યા છે. જોકે, સોલા સિવિલ હોસ્પિટલમાં તાવ અને વાયરલમાં ઉપયોગમાં લેવાતી દવા રોજની 1 લાખ ગોળીઓનો સ્ટોક પૂરું થાય છે. જેમાં એક દર્દીને 5 દિવસની દવા આપવામાં આવતી હોય છે.

આપ પણ વાંચો : આજે ક્યાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

વાયરલનો કહેર તો છે સાથે  ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સવારે ગરમી અને બપોર બાદ વરસાદ થતા ઠંડી જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. ત્યારે લોકોએ સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જોઈએ.
- બહારનું ખાવાનું ટાળવું જોઈએ. વાસી પણ ન ખાવું.
- ઉકાળેલું પાણી પીવું જોઈએ.જાતે દવા ન લેવી જોઈએ.કારણે તાવ ઉધરસ અને શરદીમાં લોકો મેડિકલમાંથી દવા લઈ લેતા હોય છે.પરંતુ કોઈ પણ દવા લીધા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन