Home /News /ahmedabad /Ahmedabad: સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ અને IIT ગુવાહટી વચ્ચે MOU, આટલા થશે ફાયદા
Ahmedabad: સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ અને IIT ગુવાહટી વચ્ચે MOU, આટલા થશે ફાયદા
દિલ વિધાઉટ બિલ એપ્લિકેશનથી હૃદયરોગના દર્દીઓની માહિતી ઓનલાઇન ભરી શકાશે
સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ અને આઇઆઇટી ગુવાહટીએ એમઓયુ કર્યા છે. હવે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને માહિતી શેરિંગ ટેક્નોલોજીનાં નવા યુગની શરૂઆત થઈ છે. આસામ રાજ્યના દર્દીઓ હવે ઓનલાઇન માહિતી ભરી શકાશે.
Parth Patel, Ahmedabad: અમદાવાદ અને રાજકોટ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ગુવાહાટી આઇઆઇટી સાથે ટેકનોલોજી ક્ષેત્રે કરાર કરવામાં આવ્યા છે. હવે હોસ્પિટલમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને માહિતી શેરિંગ ટેક્નોલોજીનાં નવા યુગની શરૂઆત થઈ છે. આ એમઓયુ માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મુકેશ આર. શાહ, આસામ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંદીપ મહેતા એ ખાસ વર્ચુઅલ હાજરી આપી હતી.
હૃદય રોગના દર્દીઓની માહિતી ઓનલાઇન ભરી શકાશે
આ વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન IIT ગુવાહાટીના કાર્યકારી નિયામક પ્રોફેસર પરમેશ્વર ઐયરે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, આ MOU બંને સંસ્થાઓ વચ્ચેના સંબંધને ઘણો મજબૂત બનાવશે. દિલ વિધાઉટ બિલ એપ્લિકેશનથી હૃદયરોગના દર્દીઓની માહિતી ઓનલાઇન ભરી શકાશે. શરૂઆતમાં આ સેવા આસામ રાજ્યમાં હૃદયરોગના દર્દીઓ માટે કાર્યરત થશે. ત્યારબાદ આ સેવા સમગ્ર ભારતમાં કાર્યરત કરવામાં આવશે.
આટલા દર્દીનાં ઓપરેશન કરવામાં આવ્યા
અમદાવાદ અને રાજકોટ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ છેલ્લા 23 વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજકોટ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા 20,000 થી પણ વધારે દર્દીઓના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.
સાથે 10,00,000 થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે. તથા 20,000 થી વધારે હૃદયરોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે. ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદયરોગની ચેરીટેબલ હોસ્પિટલ છે. જેમાં બાળકોના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.