અમિત શાહને સંપત્તિ જાહેર કરવા શિવસેનાનો પડકાર, ભાજપે કર્યો વળતો પ્રહાર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમિત શાહને સંપત્તિ જાહેર કરવા શિવસેનાનો પડકાર, ભાજપે કર્યો વળતો પ્રહાર
શિવસેના અને ભાજપ જાણે આમને સામને આવી ગયા હોય એવો માહોલ બની રહ્યો છે. શિવસેનાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને સંપત્તિ જાહેર કરવા પડકાર ફેંક્યો છે તો બીજી તરફ ભાજપે પણ શિવસેનાને વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે પક્ષના અધ્યક્ષની પાઇએ પાઇની સંપત્તિ જાહેર છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઇ #શિવસેના અને ભાજપ જાણે આમને સામને આવી ગયા હોય એવો માહોલ બની રહ્યો છે. શિવસેનાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને સંપત્તિ જાહેર કરવા પડકાર ફેંક્યો છે તો બીજી તરફ ભાજપે પણ શિવસેનાને વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે પક્ષના અધ્યક્ષની પાઇએ પાઇની સંપત્તિ જાહેર છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓની સંપત્તિ જાહેર કરવી જોઇએ એવો શિવસેનાએ ભાજપને પડકાર ફેંક્યો છે. શિવસેનાએ એવું પણ કહ્યું છે કે શિવસેનાના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરેની સંપત્તિ જાહેર છે એ પણ તપાસવી હોય તો વાંધો નથી. શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળે કહ્યું કે, ભાજપ ઠાકરે પરિવાર અને શિવસેનાના અન્ય નેતાઓ પર ભ્રષ્ટાચારના ખોટા ઓરાપ લગાવી રહ્યું છે. આવા દાવા કરતાં પહેલા હુ પીએમને પડકાર ફેંકુ છું કે તેઓ ભાજપા અધ્યક્ષ અને અન્ય નેતાઓની સંપત્તિ જાહેર કરે. શિવસેના સંસદ સભ્યના આ પડકાર સામે ભાજપના પ્રવક્તા માધવ ભંડારીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપા અધ્યક્ષ અમિતભાઇ શાહની સંપત્તિ જગજાહેર છે. એમણે 2012ની ચૂંટણી વખતે રજુ કરેલ એફિડેવિટ જોવાનું શિવસેના કદાચ ભૂલી રહી છે. વધુમાં તેમણે એ પણ કહ્યું કે, ઠાકરે પરિવારની સંપત્તિની તપાસ કરાવવાની વાત અમે ક્યારેય કરી નથી અને આમ કરવા માટે અમને દબાણ કરવું ન જોઇએ.
First published: February 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर