અમદાવાદ : ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant singh rajput)ના મૃત્યુ મામલે રાજનીતિ ગરમાઈ રહી છે. કંગના રનોત (Kangna Ranuat)એ મુંબઈની સરખામણી પીઓકે સાથે કરતું નિવેદન કર્યુ હતું. આ મામલે સંજય રાઉતે સંજય રાઉતે કંગના રનોતને ધમકી આપી હતી કે મુંબઈમાં પગ મૂકીને બતાવે. આ મુદ્દે મીડિયાએ સંજય રાઉતને સવાલ પૂછ્યો ત્યારે સંજય રાઉતે મીડિયાના કેમેરા સામે કહ્યું કે 'તમારી હિમ્મત છે અમદાવાદને મિનિ પાકિસ્તાન કહેવાની?'
સંજય રાઉતે આ મુદ્દે ગુજરાત અને અમદાવાદનું ઘોર અપમાન કર્યુ છે. સંજય રાઉત અમદાવાદની માફી માંગે તેવી લોક લાગણી ઊઠી રહી છે. દરમિયાન મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સાથે સરકાર ચલાવી રહેલી શિવસેના સાથે ભાદીદાર કૉંગ્રેસે રાઉતના નિવેદનથી ગુજરાતમાં કિનોરો કરી લીધો છે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે 'ગુજરાત વિશે કોઈ પણ વાત ચલાવી ન લેવાય. આ સંજય રાઉતનું અંગત નિવેદન હોઈ શકે, કૉંગ્રેસ એની સાથે સહમત નથી.'
સંજય રાઉતને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે 'તમે કંગના રનોતની માફી માંગશો? ત્યારે તેમણે કહ્યું કે જો કંગના મહારાષ્ટ્રની માફી માંગશે તો હું વિચારશી. તેણે મુંબઈને મિનિ પાકિસ્તાન કહ્યુ, શું તેનામાં અમદાવાદને મિનિ પાકિસ્તાન કહેવાની હિમ્મત છે?
If that girl (Actor Kangana Ranaut) will apologise to Maharashtra, then I will think about it (of apologising). She calls Mumbai a mini Pakistan. Does she have the courage to say the same about Ahmedabad?: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/GnUBd0ZTFO
દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રશાંત વાળાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'મહારાષ્ટ્ર સરકાર સુશાંતના મામલે સ્થિતિ ન સંભાળી શકતી હોય તેમાં તેમણે ગુજરાતનું અપમાન કરવાનો હક્ક નથી. હું શિવેસેના નેતા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગું છું કે શું તેઓ પોતાના નેતાને માફી માંગવાનું કહેશે'