Home /News /ahmedabad /શિવરંજની હિટ એન્ડ રન કેસ: બીજી કારનો ચાલક ઓળખાયો, તેની સાથે કારમાં રહેલો ખાખીધારી કોણ?

શિવરંજની હિટ એન્ડ રન કેસ: બીજી કારનો ચાલક ઓળખાયો, તેની સાથે કારમાં રહેલો ખાખીધારી કોણ?

અકસ્માત સ્થળ

Shivranjani hit and run case: શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પોલીસે વેન્ટો કારના ચાલકની ધરપકડ કરી. આ કારમાં હોમગાર્ડ કે પોલીસકર્મી પણ બેઠો હોવાનો પોલીસના ચોપડે નોંધ.

અમદાવાદ: અમદાવાદના શિવરંજની ખાતે 30મી જૂનના રોજ થયેલા હિટ એન્ડ રન કેસ (Shivranjani hit and run case) મામલે પર્વ શાહ (Parv Shah)ની એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પોલીસે બીજી કારમાં રહેલા ધીર પટેલ (Dheer Patel) નામના શખ્સની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે ધીર પટેલની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી હતી. એવી પણ માહિતી મળી છે કે ધીર પટેલની ગાડીમાં કોઈ ખાખી ડ્રેસમાં પોલીસ કર્મચારી (Police) કે હોમગાર્ડ હોવાનું નિવેદન પોલીસ ચોપડે નોંધાયું છે. એવું કહેવામાં આવ્યું છે કે ગાડીમાં બેઠેલા પોલીસ જેવા દેખાતા જવાને જ ધીર પટેલને પર્વ પટેલની ગાડીનો પીછો કરવાનું કહ્યું હતું. હાલ પોલીસ એ તપસમાં લાગી છે કે ખાખી કપડામાં ધીર પટેલની ગાડીમાં રહેલા વ્યક્તિઓ કોણ હતો તેમજ તેઓ પર્વ શાહની ગાડીનો શા માટે પીછો કરી રહ્યા હતા?

વેન્ટો કારનો ચાલક ધીર પટેલ

અમદાવાદના હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો થયો છે. શિવરંજની હિટ એન્ડ રનમાં બીજી કાર પોલીસે શોધી કાઢી છે. બ્લેક કલરની વેન્ટો કાર અને ચાલકની ઓળખ થઈ ગઈ છે. આ બ્લેક કલરની વેન્ટો કારનો ચાલક ધીર પટેલ હતો. કાર મળતા આ કેસમાં નવો વળાંક પણ સામે આવ્યો છે. કારમાં એક પોલીસકર્મી કે હોમગાર્ડ જવાન હોવાની શક્યતા છે. બનાવના દિવસે ધીર થલતેજથી પોતાના ઘરે જઈ રહ્યો હતો.

આ પણ વાંચો: જાહ્નવી કપૂરે શેર કરી તસવીરે જગાવી ચર્ચા, ક્યારેક સ્વિમિંગ પૂલમાં તો ક્યારેક લોન પર આરામ ફરમાવતી નજરે પડી 

વ્યક્તિને ન ઓળખવાનો ધીર પટેલનો દાવો

ધીર પટેલ બ્લેક કલરની વેન્ટોનો કાર લઈને થલતેજ તેની બહેનના ઘરેથી પરત ફરીને ઇન્કમટેક્સ ખાતે પોતાના ઘરે જઇ રહ્યો હતો. આ દરમિયાન તેણે કારમાં પોલીસકર્મી કે હોમગાર્ડ જવાનને બેસાડ્યો હતો. ધીર પટેલના કહેવા પ્રમાણે તે આ વ્યક્તિને ઓળખતો નથી. બીજી તરફ આ કેસનો મુખ્ય આરોપી પર્વ પટેલ સતત એવું રટણ કરી રહ્યો છે કે પોલીસની ગાડી પીછો કરી રહી હોવાનું લાગતા તેણે કાર પૂર ઝડપે હંકારી હતી. પર્વ સાથે ગાડીમાં રહેલા તેના ત્રણ મિત્રો પણ આ જ વાતનું રટણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: વેસ્ટમાંથી બેસ્ટ: લૉકડાઉનમાં સમયનો સદુપયોગ કરી પાંચ યુવાનોએ ગામમાં જ તૈયાર કર્યું ગાર્ડન

આરોપી પર્વ શાહ જેલ ભેગો થયો

શિવરંજની હિટ એન્ડ રન કેસ (Shivranjani hit and run case)ના આરોપી પર્વ શાહ (Parva Shah) સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત થયો છે. ટ્રાફિક પોલીસ (Traffic police) દ્વારા પર્વ શાહ સામે તપાસના અંતે આઈપીસીની કલમ 304 (IPC 304) સાઅપરાધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પંચોને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન (Hit and run case reconstruction) કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે પર્વ શાહ (Parva Shah)ને એક દિવસના રિમાન્ડ પર સોપ્યો હતો. ગુરુવારે આરોપી પર્વ શાહને એક દિવસના રિમાન્ડ બાદ આજે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો: મહિલા પ્રિન્સિપાલની રડાવી દેતી સુસાઇડ નોટ: 'કોણ મા પોતાના બાળકોને મૂકી મરી જાય? મારાથી આ પગલું ભરાઈ જવાનું છે'

શું હતો બનાવ?

અમદાવાદમાં 28 જૂનના રોજ મોડી રાત્રે શિવરંજની પાસે હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની હતી. જેમાં પાર્થ શાહ નામના નબીરાએ પૂર ઝડપે કાર ચલાવીને ફૂટપાથ પર ઊંઘી રહેલા ચાર લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી એક મહિલાનું મોત થયું હતું. આ બનાવમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
First published:

Tags: Parv Shah, Shivranjani, અકસ્માત, અમદાવાદ, ગુનો, ટ્રાફિક પોલીસ, પોલીસ, હિટ એન્ડ રન