અમદાવાદઃફુટપાથ પર સુતેલા દંપતી પર કાર ફરી વળી,ચાલકની ધરપકડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 5:24 PM IST
અમદાવાદઃફુટપાથ પર સુતેલા દંપતી પર કાર ફરી વળી,ચાલકની ધરપકડ
અમદાવાદઃમુંબઇમાં સલમાન ખાનના હિટ એન્ડ રનને યાદ કરતી ઘટના અમદાવાદમાં ગઇકાલે મોડી રાત્રે સામે આવી છે. જેમ મુંબઇમાં સલમાને ફુટપાથ પર સુઇ રહેલા શ્રમજાવીઓ પર કાર ચડાવી દીધી હતી તેવી રીતે ગઇકાલે રાત્રીના સુમારે અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રોડ પર સૂઈ રહેલા શ્રમજીવી પરિવાર પર અમદાવાદી સલમાને કાર ચડાવી દીધી છે. જેમાં દંપતિનું મોત નિપજયું છે.જયારે છ લોકોને ઈજા પહોંચી હતીકારના ચાલકે શરણાગતિ સ્વીકારતા નારણપુરા પોલીસે તેની ધરપકડ કરી તપાસ આરંભી છે.મૃતકના પરિવારજનોએ બાળકોના ભરણપોષણની માગ કરી છે.સમજાવટ બાદ પરિવારજનો મૃતદેહની અંતિમવિધિ માટે તૈયાર થયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 5:24 PM IST
અમદાવાદઃમુંબઇમાં સલમાન ખાનના હિટ એન્ડ રનને યાદ કરતી ઘટના અમદાવાદમાં ગઇકાલે મોડી રાત્રે સામે આવી છે. જેમ મુંબઇમાં સલમાને ફુટપાથ પર સુઇ રહેલા શ્રમજાવીઓ પર કાર ચડાવી દીધી હતી તેવી રીતે  ગઇકાલે રાત્રીના સુમારે અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રોડ પર સૂઈ રહેલા શ્રમજીવી પરિવાર પર અમદાવાદી સલમાને કાર ચડાવી દીધી છે.

જેમાં દંપતિનું મોત નિપજયું છે.જયારે છ લોકોને ઈજા પહોંચી હતીકારના ચાલકે શરણાગતિ સ્વીકારતા નારણપુરા પોલીસે તેની ધરપકડ કરી તપાસ આરંભી છે.મૃતકના પરિવારજનોએ બાળકોના ભરણપોષણની માગ કરી છે.સમજાવટ બાદ પરિવારજનો મૃતદેહની અંતિમવિધિ માટે તૈયાર થયા છે.

અમદાવાદના શાસ્ત્રીનગર પેટ્રોલ પંપ પાસે રોડ પર કાચા છાપરાઓમાં રહેતા શ્રમજીવી પરિવાર અકસ્માતમાં ભોગ બન્યા છેનિરવ શાહ નામનો યુવાન કાર લઈને સુરત ખાતેથી મધ્યરાત્રિ બાદ ઘરે પરત રહ્યો હતો.ત્યારે તેણે કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બેકાબૂ બનેલી કાર શ્રમજીવી પરિવાર પર ફરી વળી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં ભગાભાઈ મારવાડી અને તેમના પત્ની લક્ષ્મીબેનનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.જયારે છ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી.ઘટનાની જાણ થતા નારણપુરા પોલીસ તેમજ ફોરેન્સિકની ટીમ સ્થળ પર દોડી આવી તપાસ આરંભી હતી.

નારણપુરા પોલીસે અકસ્માત કેસમાં કારના ચાલક નિરવ શાહની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.અકસ્માત કેવા સંજોગોમાં થયો તે જાણવા ફોરેન્સિક ઓફિસર તેમજ નારણપુરા પોલીસે અકસ્માત સર્જનારી કાર કબ્જે લઈ તપાસ આરંભી છે.
First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर