શાર્પશૂટર હોટલમાં રોકાયા હતા,મામલતદાર સમક્ષ કરાઇ ઓળખ પરેડ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
શાર્પશૂટર હોટલમાં રોકાયા હતા,મામલતદાર સમક્ષ કરાઇ ઓળખ પરેડ
રાજકોટઃ જામનગરના વેપારી અસ્ફાક ખત્રીની હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી આવેલા ડી ગેન્ગના શાર્પશૂટર વેપારીની હત્યા કરવા પહોચે તે પહેલા જ રાજકોટ પોલીસ દ્રારા કુવાડવા રોડ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે પકડી પાડેલ ડી ગેન્ગના ચાર શાર્પશૂટરની પૂછપરછમા અનેક ખુલાસા સામે આવ્યાં હતાં. જેમા મુખ્ય સૂત્રધાર રામદાસ રહાણે અને વિનીત જાટલે અગાઉ રેકી કરવા માટે રાજકોટ આવ્યાં હોવાનું સામે આવ્યુ હતુ.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃ જામનગરના વેપારી અસ્ફાક ખત્રીની હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી આવેલા ડી ગેન્ગના શાર્પશૂટર વેપારીની હત્યા કરવા પહોચે તે પહેલા જ રાજકોટ પોલીસ દ્રારા કુવાડવા રોડ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે પકડી પાડેલ ડી ગેન્ગના ચાર શાર્પશૂટરની પૂછપરછમા અનેક ખુલાસા સામે આવ્યાં હતાં. જેમા મુખ્ય સૂત્રધાર રામદાસ રહાણે અને વિનીત જાટલે અગાઉ રેકી કરવા માટે રાજકોટ આવ્યાં હોવાનું સામે આવ્યુ હતુ. રેકી કરવા માટે આવ્યાં તે સમયે તેની સાથે અશ્વિની અને રીઝવાના નામની મહિલા પણ રાજકોટ અને ચોટીલા હોટલમા રોકાઈ હોવાનું સામે આવ્યુ હતુ.  ચારેય આરોપીઓને લઇ આજ રોજ રાજકોટ પોલીસ દ્રારા હોટલ માલિકને સાથે તમામ આરોપીની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવિ હતી.
First published: March 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर