રાજકોટઃશાર્પશૂટરની પ્રેમિકા રેકી કરવા આવી હતી,નાણાની લેવડદેવડ પણ કરતી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃશાર્પશૂટરની પ્રેમિકા રેકી કરવા આવી હતી,નાણાની લેવડદેવડ પણ કરતી
રાજકોટઃજામનગરના વેપારી અશફાક ખત્રીની હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી આવેલા ચાર શાર્પશૂટરોને રાજકોટમાં જ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં દબોચી વધુ તપાસ શરૂ કરી છે ડી ગેન્ગના 4 શાર્પશૂટરોની અટકાયત બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે તેમના અન્ય મુંબઇના સાગરિતોની પણ ધરપકડ કરાયા બાદ અનેક ખુલાસા થયા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃજામનગરના વેપારી અશફાક ખત્રીની હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી આવેલા ચાર શાર્પશૂટરોને રાજકોટમાં જ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં દબોચી વધુ તપાસ શરૂ કરી છે  ડી ગેન્ગના 4 શાર્પશૂટરોની અટકાયત બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે તેમના અન્ય મુંબઇના સાગરિતોની પણ ધરપકડ કરાયા બાદ અનેક ખુલાસા થયા છે. રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતા કહ્યુ હતું કે 2011-12-13માં આરોપીઓની એકબીજા સાથે મુલાકાત થઇ હતી. શાર્પશૂટરની કબૂલાતમાં દાઉદના ભાઈ અનિષનું નામ ખુલ્યુ છે.અનિષ ઈબ્રાહિમ દ્વારા 5 લાખ રૂપિયા અપાયા હતા.અશ્વિની અને રિઝવાની અટકાયત કરાઈ છે. રિઝવાન શેખ શાર્પશૂટર રામદાસની ધર્મની બહેન છે જ્યારે જોગેશ્વરીમાં દરોડો પાડ્યો ત્યારે તેની પાસેથી એક પિસ્તોલ,ચાર જીવતા કાર્ટિસ પણ મળ્યા હતા. તેમજ અશ્વિની રામદાસની ગર્લફ્રેન્ડ છે તેની પણ અટકાયત કરાઇ છે.બન્નેની સાથે સતિષ, વિનોદ, રાહુલ અને સચિન નામના ચાર મરાઠા યુવાનોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. સચીન અને રાહુલ અંગે તપાસ ચાલુ છે.યુસુફ બચકાના રવિ પુજારીનો માણસ છે.ચાર પહેલા ઝડપાયા હતા અત્યારે બીજા ચારની અટકાયત કરાઈ છે.રિઝવાના અને અશ્ચિની રેકી કરવા રાજકોટ આવી હતી.રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવા કાર્યવાહી ચાલુ છે.પોલીસના ચોપડે કુલ 13 આરોપીઓ નોંધાયા છે. રામદાસ મુખ્ય સુત્રધાર છે. અશ્વિની દ્વારા નાણાની લેવડદેવડ કરાતી હતી.
જેલમાં પ્રેમ થયો હતો ડી ગેંગના શાર્પશૂટર રામદાસની ગર્લફ્રેન્ડ અશ્વિની તેના પિતાને મળવા મુંબઇ જેલમાં જતી ત્યારે રામદાસ પણ જેલમાં હતો. બન્નેની આંખ મળી જતા પ્રેમ થઇ ગયો હતો.કેટલાક સમયથી કેરિયર તરીકે ગર્લફ્રેન્ડ પણ ડી ગેંગમાં જોડાય હતી અને નાનુ-મોટુ કામ કરતી હતી.  
First published: March 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर