અમદાવાદ: શેર સિક્યોરિટી કંપનીનો માલિક 151 કરોડ ફૂલેકું ફેરવી વિદેશ ફરાર, 2500 લોકો છેતરાયા

News18 Gujarati
Updated: October 14, 2019, 10:45 PM IST
અમદાવાદ: શેર સિક્યોરિટી કંપનીનો માલિક 151 કરોડ ફૂલેકું ફેરવી વિદેશ ફરાર, 2500 લોકો છેતરાયા
અમદાવાદમાં 2500થી વધુ લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી રહ્યું છે

અમદાવાદમાં 2500થી વધુ લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી રહ્યું છે

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: અમદાવાદમાં શેર સિક્યોરીટી કંપની દ્વારા 100 કરોડથી વધુનું ફુલેકું ફેરવામાં આવ્યુ છે અને માલિકો દેશ છોડી ફરાર થઈ જવાનો આરોપ પણ લાગી રહ્યો છે. અમદાવાદમાં 2500થી વધુ લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી રહી છે. ભોગ બન્નારોને યોગ્ય જવાબ નહી મળતા રોકાણકારો દ્વારા સેબીની અમદાવાદ ઓફિસ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો.

અમદાવાદની પંચવટી ખાતે આવેલી ફેર વેલ્થ શેર સિક્યોરિટી કંપની દ્વારા અંદજીત 151 કરોડનું ચીટીંગ કરવામાં આવ્યુ હોવાનો આરોપ લાગી રહ્યો છે. જેમાં કંપની દ્વારા રોકાણકારોના શેર્સ વેચી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કેટલાક રોકાણકારો દ્વારા અમદાવાદની સિક્યોરિટી એન્ડ એક્સચેજ બોર્ડ ઓફ ઇન્ડિયાની ઓફિસ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો કારણ કે ઓફીસ બંધ કરી મેનેજર ફરાર થઈ ગયો છે ત્યારે એ લોકો અલગ-અલગ જગ્યાએ રજુઆત કરી પરંતુ કંઈ મળ્યુ નથી જેથી તે લોકોએ સેબીમાં હોબાળો કર્યો હતો અને પોલીસ પણ દોડી આવી હતી.

રોકાણકારોનુ કહેવુ છે કે આવી બેં કંપનીઓ છે જેમને રોકાણકારોનો શેર બારોબર વેંચી દીધા છે અને 2 ઓકટોબરથી સોદો લેવાનો બંધ કરી ઓફીસ બંધ કરી ભાગી ગયા છે.

એક રોકાણકાર મુકેશ વ્યાસનુ કહેવુ છે કે, મૂળ દિલ્લી સ્થિત ફેર વેલ્થ કંપનીમાં અમદાવાદના કેટલાક રોકાણકારો શેર મારફતે રોકાણ કર્યું હતું. જેના માલિક ધીરેનદર ધાબા દ્વારા તમામ શેર્સ વેચીને ફેલેકુ ફેરવી કેનેડા ભાગી ગયો છે. ફેર વેલ્થ કંપની 2 ઓક્ટોબરના રોજ બંધ થતાં રોકાણકારો રોષે ભરાયા હતા. હાલ તમામ રોકાણકારો દ્વારા ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસને અરજી કરવામાં આવી છે અને સાથે જ સેબીમાં પણ કંપની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
First published: October 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...