Home /News /ahmedabad /કરોડોની લૂંટ કરીને પોલીસની ઊંઘ હરામ કરનાર બે ઝડપાયાં, 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત

કરોડોની લૂંટ કરીને પોલીસની ઊંઘ હરામ કરનાર બે ઝડપાયાં, 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત

1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad crime news: શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલ બેગની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી 1.97 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ: શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલ બેગની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી 1.97 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે મુખ્ય આરોપી સહિત ચાર આરોપી ફરાર છે. લૂંટ કરવા આરોપી ટોળકીએ માસ્ટર પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તાપસમાં સામે આવ્યું છે. સી.જી રોડ પર આવેલ એસ.એસ.તીર્થ ગોલ્ડ પેઢીના બે કર્મચારીઓ સોના દાગીના લઈ એક્ટિવા પર શાહપુર મેટ્રો સ્ટેશન પરથી પસાર થઈ રહ્યા હતા.

સોના દાગીના ભરેલ બેગ લઈ આરોપી ફરાર


આ દરમિયાન લૂંટારું ટોળકીએ 2.81 કરોડના સોના દાગીના ભરેલ બેંગ લૂંટી ફરાર થઈ ગયા હતા. જેમાં સીસીટીવી આધારે તપાસ કરતા ક્રાઇમ બ્રાંચે પ્રાથમિક તપાસમાં છારાનગરની ટોળકી હોવાનું સામે આવતા કુબેરનગરમાંથી નિખિલ રાઠોડ અને કૌશિક ઉર્ફે પાંગા ધમડે નામના બે આરોપી ધરપકડ કરી લીધી છે. આરોપી પાસેથી 4.900 કિલો સોનાના અલગ અલગ દાગીના જેની કિંમત 1.97 કરોડ છે તે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જો કે મુખ્ય ફરાર આરોપી મનીષ ઉર્ફે સિંધી દ્વારા લૂંટ કરવાનો મોટો પ્લાન બનાવ્યો હતો.

આ પણ વાંચો: પુત્રવધુએ એવું તે શું કર્યું કે સસરાએ પોલીસ ફરિયાદ કરવી પડી

આ કેસમાં છ લોકોની સંડોવણી


લૂંટ કરવા બાઇક પર નીકળેલા આરોપીમાં નિખિલ રાઠોડ અને ફરાર આરોપી મનીષ ઉર્ફે મનોજ સિંધી હતા. જેમાં નિખિલ બાઇક ચલાવતો હતો અને સોના ભરેલ બેગ મનોજ સિંધી દ્વારા ખેંચી લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી કૌશિક ઘમડે લૂંટ કરવા ટુ વ્હીલર બાઈક અને ડુપ્લીકેટ નંબર પ્લેટની વ્યવસ્થા કરી હતી. આમ લૂંટના પ્લાનમાં 6 લોકોની સંડોવણી સામે આવી છે. જેમાં લૂંટ કરવા 3થી વધુ લોકોની ટુકડી બનાવી હતી અને છેલ્લા એક મહિનાથી રેકી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: વસ્ત્રાલમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો, વાહનોમાં કરી તોડફોડ

આરોપીઓ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે


આ ઉપરાંત આરોપી કૌશિક ઉર્ફે પાંગા અને મનીષ ઉર્ફે મનોજ સિંધીએ અગાઉ પણ સરખેજ બ્રિજ પાસેથી થોડી રૂપિયા 6,70,000 રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ બન્ને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે. ત્યારે મુખ્ય આરોપી વિરુદ્ધ લૂંટ અને ચોરીના અનેક ગુનાઓ છે જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन