શાહીબાગની આગની ઘટનાઃ હાઈકોર્ટે લીધી છે 2023ની પહેલી સુઓમોટો
Shahibag Fire, Suo Moto In Gujarat High Court: અમદાવાદના શાહીબાગમાં આવેલા ઓર્કિડ બિલ્ડિંગમાં લાગેલી આગ મામલે હાઈકોર્ટે વર્ષ 2023ની પહેલી સુઓમોટો લીધી છે. હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે જરુરી કાર્યવાહી સુનાવણી દરમિયાન હાથ ધરવામાં આવશે.
અમદાવાદઃ અમદાવાદના શાહીબાગમાં લાગેલી આગના બનાવમાં હાઈકોર્ટે વર્ષની પહેલી સુઓમોટો સ્વીકારી છે. ઓર્કિડ ગ્રીનમાં લાગેલી આગની ઘટનામાં એક કિશોરીનું મોત થઈ ગયું હતું. હવે હાઈકોર્ટમાં આગની ઘટના પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજદાર દ્વારા આગની ઘટના અને ફાયર સેફ્ટી અંગેની જાગૃતિના અભાવ અંગે રજૂઆત કરી છે.
શાહીબાગના ગીર્ધરનગર પાસે આવેલી બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી, રહેણાક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બાદ ફરી એકવાર શહેરની ઈમારતોમાં ફાયર સેફ્ટી અંગે શું પગલા ભરવામાં આવે છે તે અંગે સવાલો ઉઠવાના શરુ થઈ ગયા છે.
અરજદાર દ્વારા હાઈકોર્ટમાં આગની ઘટના અંગે રજૂઆત કરવામાં આવી છે જેમાં ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારી સામે પગલા ભરવા સહિતના વિષયે રજૂઆત કરવામાં આવી છે. આગના બનાવો વધવા છતાં ફાયર સેફ્ટીને લઈને જરુરી પગલા ભરવાનો અભાવ હોવાની બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટે આ મામલે કોર્ટે પુરાવા રજૂ કરવા કહ્યું છે. કોર્ટે અરજદારને પુરાવા રજીસ્ટ્રી ઓફિસમાં જમા કરાવવા માટે કહ્યું છે. હવે જે પુરાવા કોર્ટ સમક્ષ આવશે તેના આધારે આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવશે.
" isDesktop="true" id="1316672" >
નોંઘનીય છે કે રાજ્યમાં સુરત સહિતના વિસ્તારોમાં આગની ઘટના બને ત્યારે કોર્પોરેશન સહિતના સ્થાનિક તંત્ર દ્વારા જરુરી પગલા ભરવામાં આવતા હોય છે પરંતુ સમય જતા સ્થિતિ જેમની તેમ થઈ જતી હોય છે. ફરી એકવાર આગની ઘટનાના પડઘા હાઈકોર્ટમાં પડ્યા છે.