અમદાવાદઃ નોન-વેજ રેસ્ટોરન્ટમાં દારૂની મહેફિલ માણતા 7 લોકોની ધરપકડ

સરદારનગરમાં આવેલ પિન્ટુ ફ્રાય સેન્ટરમાં 7 જેટલા લોકો ચાલું વરસાદે દારૂ પીવે છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે ટીમ બનાવી દરોડા (raid) પાડ્યા હતા.

News18 Gujarati
Updated: September 11, 2019, 3:51 PM IST
અમદાવાદઃ નોન-વેજ રેસ્ટોરન્ટમાં દારૂની મહેફિલ માણતા 7 લોકોની ધરપકડ
પકડાયેલા આરોપીઓની તસવીર
News18 Gujarati
Updated: September 11, 2019, 3:51 PM IST
નવીન ઝા, અમદાવાદઃ મંગળવારે અમદાવાદમાં (Ahmedabad) ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વરસાદની મજા લેવા સરદારનગરમાં 7 લોકો ફ્રાય સેન્ટરમાં દારૂની (liquor party)મજા માડી રહ્યા હતા. પરંતુ આ લોકો મજા પુરી કરે તે પહેલા પોલીસે (police) રંગમાં ભંગ પાડી તમામ લોકોને પકડી પાડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે સરદારનગરમાં આવેલ પિન્ટુ ફ્રાય સેન્ટરમાં 7 જેટલા લોકો ચાલું વરસાદે દારૂ પીવે છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે ટીમ બનાવી દરોડા (raid) પાડ્યા હતા. આ સમયે 7 લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસેથી દારૂની અને બીયરની બોટલો પણ મળી આવી હતી.

આ પણ વાંચોઃ-મંદી વચ્ચે સરકારે ટ્રાફિક દંડ વધારી લોકોની કમર તોડી નાખી : અમિત ચાવડા

સરદારનગર પીઆઈ (Police Inspector) C.R. જાદવનું કહેવું છે કે સરદારનગર માં 24 કલાક ટીમો કાર્યરત છે જેથી મહેફિલ ચાલી રહી હોવાનું માલુમ પડતા અમારી ટીમ પહોંચી ગઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે ફ્રાય સેન્ટરનો મલિક પિન્ટુ હાલ વોન્ટેડ (wanted) છે અને જેને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે ગઈ કાલે રેલવે પોલિસે પણ નવી મોડસ ઓપરેન્ડીથી (modus operandi ) દારૂ ઝડપી પાડ્યો હતો.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...