ચૂંટણી પંચનું અનોખું કેમ્પેઇન, મત આપો અને પડાવો સેલ્ફી

News18 Gujarati
Updated: April 15, 2019, 7:02 PM IST
ચૂંટણી પંચનું અનોખું કેમ્પેઇન, મત આપો અને પડાવો સેલ્ફી
News18 Gujarati
Updated: April 15, 2019, 7:02 PM IST
હિમાંશુ વોરા, અમદાવાદઃ લોકતંત્રના સૌથી મોટા તહેવાર ચૂંટણીમાં વધુ ને વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયા સહીત હવે સેલ્ફી પોઈન્ટનો અનોખો માર્ગ અપનાવ્યો છે. અમદાવાદમાં 21 કેન્દ્રો પર બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મતદારો માટે એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો. સાથે જ એક સિગ્નેચર કેમ્પેઈન પણ હાથ ધરાયું હતું..જ્યાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેને સહી કરી અને સેલ્ફી પણ લીધી.

ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ કેમ્પેઇન પૂર જોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદમાં કર્મચારીઓએ પોસ્ટલ મતદાન કર્યું હતું. આ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા અનોખું સોશિયલ મીડિયા કેમ્પેઇન શરૂ કર્યું છે. આ કેમ્પેઇન અંતર્ગત મતદારો માટે એક સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે જ એક સિગ્નેચર કેમ્પેઇન પણ શરૂ કરાયું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

આ અનોખા કેમ્પેઇન અંગે ગુજરાતની ચૂંટણી પંચની ટીમનું કહેવું છે કે સિગ્નેચર કેમ્પેઇન અને સેલ્ફી કોર્નરની મદદથી મતદાન કરવા આવતાં લોકો કે યુવાનો પોતાના મિત્રો તથા પરિવારના સભ્યોને સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાન આપવા પ્રેરણા પૂરી પાડશે. તથા પોતે જાગૃત મતદાર હોવાનો સંદેશ આપશે.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...