Home /News /ahmedabad /અમદાવાદઃ આશારામનો સાધક વોન્ટેડ સજ્જુ નાસિકથી ઝડપાયો, આશ્રમનું કરતો હતો સંચાલન, કેવો છે 'કાળો' ઈતિહાસ?
અમદાવાદઃ આશારામનો સાધક વોન્ટેડ સજ્જુ નાસિકથી ઝડપાયો, આશ્રમનું કરતો હતો સંચાલન, કેવો છે 'કાળો' ઈતિહાસ?
વોન્ટેડ સંજય ઉર્ફે સજ્જુ આસારામ આશ્રમનું સંચાલન કરતો હતો
Ahmedabad crime news: અમદાવાદમાં (Ahmedabad) પોલીસ (police) ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. પરતુ ફરાર થઈને પણ આશારામના (Asharam news) અલગ અલગ આશ્રમમાં છુપાઈ રહી રહ્યો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad news) વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક (Former seeker of Asharam) રાજુ ચાડક પર થયેલા ફાયરીંગ (firing on raju chadak case) મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની (wanted sanjay sajju) નાસિકથી ધરપકડ (arrested) કરવામાં આવી છે. ફાયરિંગ માટે હથિયાર અને મોટરસાયકલ વ્યવસ્થા સજજુ કરી આપી હતી. પોલીસ ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. પરતુ ફરાર થઈને પણ આશારામના (Asharam news) અલગ અલગ આશ્રમમાં છુપાઈ રહી રહ્યો હતો.
ક્રાઇમ બ્રાંચ (crime branch) માહીતી મળી હતી કે નાસિકના આશ્રમમાં રોકાયો છે જેનાં આધારે વોચ ગોઠવી સંજય પકડી લેવામા આવ્યો હતો. આ ગુના મા આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી. ધટનાની વાત કર્યે તો વર્ષ 2008માં આશારામ આશ્રમમાંથી બે બાળકોના ગુમ થયાં બાદ મોત મામલે શ્રી ડી.કે. ત્રિવેદી પંચ નિમણૂક કરવામાં આવી હતી.
જેમાં રાજુ ચાંડક નિવેદન આપવા ગયો હતો અને મીડિયામાં આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યાં હતાં તેં મામલે અદાવત રાખી સંજય અને કાર્તિકે રેકી કરી સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કરેલ જેમાં મોટર સાયકલ અને હથિયાર વ્યવસ્થા સંજયે કરી છે.
સાથે જ ફાયરીંગ કર્યું હતુ..ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી સંજય આશારાના અલગ અલગ આશ્રમ નાસિક,ધુલિયા,ભોપાલ,માલેગાવ અને સુરત રહી આશ્રમ સંચાલન કરતો હતો..જો કે છેલ્લાં ધણા સમયથી સંજય નાસિક આશ્રમ સંચાલન કરતો હતો.
તપાસમાં જોધપુર જેલમાં આશારામ સાથે મુલાકાત જતો હોવાનું સામે આવ્યુ છે. પણ છેલ્લાં બે વર્ષ મળ્યા નથી. ત્યારે આ કેસમાં અન્ય એક આરોપી પંકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર છે. આ. મામલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એન.એલ દેસાઈનું કેહવું છે કે આરોપીએ ફરાર દરમ્યાન કોઈ ગુનો કર્યો છે કે કેમ અને તેનો ભૂતકાળ માં પણ કોઈ ગુનો કર્યો છે કે કેમ તે દિશા માં પણ તપાસ કરવા માં આવી રહી છે અને તપાસ બાદ અન્ય હકીકત સામે આવશે.
ઉલ્લેખનીય છે કે સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આસારામ જોધપુરની જેલમાં બંધ છે અને કોરોના સમયમાં પણ તેમની તબીયત બગડતા જોધપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને સાજા થયા બાદ જેલમાં બીજી સારવાર કરવામાં આવી હતી.