ખેડાઃકેનાલમાં 20 ફૂટનું ગાબડુ પડતા નજીકનું ગામ બેટમાં ફેરવાયું

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ખેડાઃકેનાલમાં 20 ફૂટનું ગાબડુ પડતા નજીકનું ગામ બેટમાં ફેરવાયું
ખેડાઃમહુધાના વાસણા ગામે કેનાલમાં 20 ફુટનું ગાબડું પડ્યા બાદ આજે નજીકના ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. બે દિવસથી નાનુ પડેલું ગાબડુ ધીમે ધીમે મોટું થઇ રહ્યું છે. અને નજીકના ગામોમાં કેનાલનું પાણી ઘુસી ગયું છે. શેઢી કેનલમાં ગાબડું પડતા નજીકના ગામોમાં પાણી લોકોના ઘરોમાં ખુસી ગયા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ખેડાઃમહુધા તાલુકાના વાસણા ગામ પાસે કેનાલમાં 20 ફુટનું ગાબડું પડ્યા બાદ આજે નજીકના ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. બે દિવસથી નાનુ પડેલું ગાબડુ ધીમે ધીમે મોટું થઇ રહ્યું છે. અને નજીકના ગામોમાં કેનાલનું પાણી ઘુસી ગયું છે. શેઢી કેનલમાં ગાબડું પડતા નજીકના ગામોમાં પાણી લોકોના ઘરોમાં ખુસી ગયા છે.
gabdu2
શેઢી શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે  માહીતી આપતા કહ્યું હતું કે, ગાબડાના કારણે અમદાવાદ શહેરમાં આજે પાણીની મુશ્કેલી સર્જાશે.શેઢી કેનાલમાંથી અમદાવાદના કેટલાક વિસ્તારને પાણી પુરું પડાય છે.કેનાલમાં ગાબડુ પડતા વાસણા ગામમાં પાણી ફરી વળ્યાં છે.
કેનાલ માં ગાબડું પડતા 50 વીઘા જેટલી જમીન માં આવેલા તમાકુના ખેતરો માં પાણી ફરી વળ્યાં છે તેમજ શેરડી શાખા દ્વારા ગુજરાતનું આર્થિક પાટનગર એવા મેગા સીટી અમદાવાદને પણ પાણી પૂરું પાડવામાં આવે છે તેમાં પણ 24 કલાકનો પાણી નો કાપ મુકવામાં આવશે,અત્રે ઉલ્લેખનીય છે કે વાસણા ગામ પાસે આવેલ શેરડી શાખા પાણીની કેનાલ માં છેલ્લા 6 માસ માં બીજી વખત આ રીતે ગાબડું પડ્યું છે.
શેરડી શાખાના અધિકારી ઓ એ માત્ર જેસીબી મશીન બોલાવીને સંતોષ માન્યો હતો તેમજ આ કેનાલનો કાયમી ઉકેલ લાવવા માટે લાચારી બતાવી હતી
First published: February 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर