Home /News /ahmedabad /અમદાવાદ : 'મને ખુશ કર, મારે તારી સાથે.... છે', સિક્યુરિટી ગાર્ડની હવસનો ફૂટ્યો ભાંડો

અમદાવાદ : 'મને ખુશ કર, મારે તારી સાથે.... છે', સિક્યુરિટી ગાર્ડની હવસનો ફૂટ્યો ભાંડો

અમદાવાદ છેડતીની ફરિયાદ

સિક્યોરીટી ગાર્ડે (security guard) અન્ય મહિલા કર્મચારી પાસે પણ બિભત્સ માંગણી (physically molested) ઓ કરતો હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. આ બાબતે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે (Bapunagar Police) ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ ...
અમદાવાદ : શહેરમાં એક સિક્યોરીટી ગાર્ડ (security guard) દ્વારપા મહિલા કર્મીની શારીરિક અને માનસિક છેડતી (physically molested) કરવાની ઘટના સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડે મહિલાને નોકરી બદલાવી આપવાની લાલચ આપીને પ્રથમ રૂપિયા 20 હજારની માંગણી કરી. બાદમાં 'મને ખુશ કર, મારે તારી સાથે સૂવું છે' - કહીને બીભત્સ માંગણી કરીને શારીરિક અડપલાં કરતા અંતે કંટાળીને મહિલાએ પોલીસ (Bapunagar Police) ફરિયાદ દાખલ કરાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાપુનગર હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, તેઓની હોસ્પિટલમાં દર વર્ષે કોન્ટ્રાક્ટ બદલાય છે. જોકે ત્યાં જ નોકરી કરતો સિક્યુરિટી ગાર્ડ મહેન્દ્રસિંહ ઝાલા નામનો કર્મચારી કોન્ટ્રાકટરની કાન ભભેરણી કરીને સારી જગ્યાએ નોકરી અપાવવા માટે રૂપિયા પડાવે છે. મહેન્દ્રસિંહે કોરોના કાળ દરમિયાન ફરિયાદી મહિલાને બાથમાં ભીડીને તું મને બહુ ગમે છે, તારે મારી સાથે સબંધ રાખવો પડશે, કહી ગંદી હરકતો કરી છેડતી કરી હતી.

જો કે ફરિયાદી મહિલાએ સબંધ રાખવા માટેની ના પાડતા આરોપીએ શેઠને ખોટી ખોટી ખબરો આપીને તેને નોકરીમાંથી કાઢી મૂકવા માટેની ધમકી આપી હતી. આટલેથી અટક્યો નહીં, બાદમાં પણ મહિલાના નોકરીના સ્થળે વારંવાર આવીને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. મહિલા સાડી પહેરીને આવે તો તું સાડીમાં ખુબ સારી લાગે છે, તેમ કહીને તેની મશ્કરી કરતો હતો. જો કે તેની સામે કોઈ કાર્યવાહી કરશે, તો મહિલાને નોકરીમાંથી કાઢી મૂકશે તેવા ડરના કારણે તેને કોઈને ફરિયાદ કરી ના હતી.

આ પણ વાંચોવિચિત્ર ભયાનક ઘટના, સ્મશાનમાં અગ્નિદાહમાં ગયેલા 2 ડાઘુઓ આગની લપેટમાં આવી જતા મોત

પંરતુ આરોપી વારંવાર મહિલાની નોકરી બદલાવતો અને નાઈટ શિફ્ટમાં પણ નોકરી આપતો હતો. વીસેક દિવસ પહેલા મહિલાને નાઈટ શિફ્ટમાં નોકરી આપવામાં આવી હતી. જોકે મહિલાને તેની દીકરીને શાળાએ મૂકવા અને લેવા જવા માટેની જવાબદારી હોવાથી, મહિલા નોકરી બદલાવવા માટે આરોપીને મળી હતી. જેને પગલે આરોપીએ મહિલા પાસે રૂપિયા વીસ હજારની માંગણી કરી હતી. જો કે મહિલા પાસે રૂપિયા 6 હજાર હોવાથી તેણે બીજા રૂપિયા પછી આપી દેવાનુ જણાવ્યું હતું. આ સમયે આરોપીએ કહ્યું - 'મને ખુશ કર, મારે તારી સાથે સૂવું છે'. તેમ કહીને શારીરિક અડપલાં કર્યા હતા. આરોપી એ અન્ય મહિલા કર્મચારી પાસે પણ બિભત્સ માંગણી ઓ કરતો હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. આ બાબતે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Gir molested, Physically Abuse

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો