Home /News /ahmedabad /અમદાવાદ બની રહ્યું છે ક્રાઇમ સિટી? વસ્ત્રાપુર ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડની થઇ કરપીણ હત્યા

અમદાવાદ બની રહ્યું છે ક્રાઇમ સિટી? વસ્ત્રાપુર ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડની થઇ કરપીણ હત્યા

આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

Ahmedabad Crime: સીસીટીવીમાં દેખાઇ છે તે પ્રમાણે, આ સિક્યુરિટી ગાર્ડની હત્યા સમયે ગાર્ડનમાં ચાલતા જે લોકોએ આ દ્રશ્ય જોયા તે તમામ ત્યાંથી ભાગી રહ્યા હતા. કોઇ તેમની મદદે આવ્યા ન હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. લુંટ,ચોરી બાદ હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. કાલુપુર બાદ વસ્ત્રાપુરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. વસ્ત્રાપુર તળાવ ગાર્ડનમાં સિકયુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અને ગાર્ડનમાં જ આવેલ એક રૂમમાં રહેતા યુવકને પાવડાથી માર મારીને હત્યા નિપજાવી દેવામાં આવી છે. જોકે હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરતા ડીસીપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ તેમજ એફએસએલની મદદ લઈને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અંદાજે 10 જેટલા ઘા મારવામાં આવ્યા છે આસપાસમાં કેટલાંક લોકો પણ વીડિયોમાં જોવા મળે છે પરંતુ કોઇ મદદે આવતા નથી.

આ પણ વાંચો:  ફેબ્રુઆરીના અંતમાં પારો 40ની નજીક પહોંચવાની વકી

સીસીટીવીમાં દેખાઇ છે તે પ્રમાણે, આ સિક્યુરિટી ગાર્ડની હત્યા સમયે ગાર્ડનમાં ચાલતા જે લોકોએ આ દ્રશ્ય જોયા તે તમામ ત્યાંથી ભાગી રહ્યા હતા.

પોલીસ તપાસ શરૂ


અમદાવાદ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. લૂંટ, ચોરી બાદ હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. કાલુપુર બાદ વસ્ત્રાપુરમાં હત્યાનો બનાવ સામે આવવાથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. વસ્ત્રાપુર તળાવ ગાર્ડનમાં સિકયુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અને ગાર્ડનમાં જ આવેલા એક રૂમમાં રહેતા યુવકને પાવડાથી માર મારીને હત્યા નિપજાવી દેવાઇ હતી. જોકે, આ હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


બે દિવસ પહેલા પણ થઇ હતી હત્યા


અમદાવાદમાં બે દિવસ પહેલા પણ હત્યાનો એક કેસ નોંધાયો હતો. જેમા શહેરના કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. યુવકને દોડાવી દોડાવીને તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. જોકે, ચોંકાવનારી બાબત તો એ છે કે, પોલીસ ચોકીથી માત્ર થોડા જ અંતરે આ બનાવ બન્યો છે. વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાનું લાઇનમાં આપવા બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને ચાર લોકોએ હત્યા કરી દીધી છે. આ મામલે વટવા વિસ્તારમાં રહેતા મોહંમ્મદ ફૈઝાન મોમીનએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, હત્યા