Home /News /ahmedabad /Gujarat Election: બીજા તબક્કામાં આ 5 બેઠકો પર દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી, જાણો શું કહે છે સમીકરણ
Gujarat Election: બીજા તબક્કામાં આ 5 બેઠકો પર દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી, જાણો શું કહે છે સમીકરણ
2022માં ઘણી એવી બેઠકો પણ છે જ્યાંના સમીકરણો ખુબ જ રસપ્રદ છે.
Gujarat Assembly Election 2022: ઉત્તર અને મધ્ય ગુજરાતના આ બેઠકો પર બીજેપી-કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો મુકાબલો થવાની સંભાવના છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા ચબક્કામાં 14 જિલ્લાઓની 93 બેઠકો પર સવાર આંઠ વાગ્યાથી મતદાન શરૂ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના આ બેઠકો પર બીજેપી-કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો મુકાબલો થવાની સંભાવના છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. તો ત્યાં જ મધ્ય ગુજરાતમાં ભાજપ મજબૂત રહ્યું હતું. પરંતુ 2022માં ઘણી એવી બેઠકો પણ છે જ્યાંના સમીકરણો ખુબ જ રસપ્રદ છે. જેમા ભૂપેન્દ્ર પટેલથી લઇ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી સહિત ઘણા દિગ્ગજોની સાખ દાવ પર લાગી છે.
ઘાટલોડિયા
અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ગત ચૂંટણીમાં તે 1,17,750 વોટથી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર શશિકાંત પટેલને માત્ર 57,902 વોટ મળ્યા હતા. આ વખતે કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઘેરાબંધી માટે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીએ વિજય પટેલને ટિકિટ આપી છે. 2017 પહેલા આ બેઠક પરથી આનંદીબેન પટેલ જીત્યા હતા. આવામાં આ બેઠક બે મુખ્યમંત્રી આપી ચુકી છે. ગત બે ચૂંટણીઓમાં આ સીટ પર જીતનું અંતર એક લાખથી વધુ વોટોનું રહ્યું છે. આ વખતે શું સ્થિતિ બને છે તેના પર સૌ કોઇની નજર છે.
વીરમગામ
અમદાવાદ જિલ્લામાં આવતી વીરમગામ સીટ પાટીદાર આંદોલનથી નીકળેલા હાર્દિક પટેવના ગૃહનગરની છે. હાર્દિક પટેલ બીજેપીમાં સામેલ થયા બાદ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે અહીંયાથી ચૂંટાયેલા ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને રિપીટ કર્યા છે તો ત્યાં જ આપ એ કુંવરજી ઠાકોરને ટિકિટ આપી છે. એક સમયે પોતાના એક અવાજથી લાખો યુવાનોને એકઠા કરનાર હાર્દિક પટેલ કોંગ્રેસ છોડ્યા બાદ તેના મજબૂત કિલ્લાને ભેદી શક્શે કે નહીં. આ સીટ પર ખુબ જ નજીકનો મુકાબલો થવાની શક્યતાઓ છે.
ઉત્તર ગુજરાતના બનાસખાંટા જિલ્લાની આ બેઠક પરથી જીગ્નેશ મેવાણી મેદાનમાં છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનથી અપક્ષ જીતેલા મેવાણી માટે આ વખતનો મુકાબલો ખુબ જ સખત છે. ભાજપે અહીંયાથી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીએ દલપત ભાટિયાને ટિકિટ આપી છે. આ સિવાય AIMIMએ પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીને પોતાની સાખ સાચવી રાખવાનો પડકાર છે. એ પણ જોવુ રસપ્રદ બની રહેશે કે ગત ચૂંટણીમાં 19,696 વોટોના માર્જિનથી જીતેલા મેવાણી આ ચક્રવ્યૂહને તોડી શક્શે કે નહીં.
આ બેઠકને ભાજપનો સૌથી મજબૂત ગઢ માનવામાં આવે છે. 1990થી સતત આ બેઠક ભાજપની પાસે છે. પરંતુ ભાજપે આ વખતે પૂર્વ ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલની ટિકિટ કાપીને અહીંયા મુકેશ પટેલને મેદાનામાં ઉતાર્યા છે. તેઓ અત્યાર સુધી મહેસાણા ભાજપના અધ્યક્ષ હતા. કોંગ્રેસ પાર્ટીએ અહીંયાથી પીકે પટેલને અને આપ એ ભગત પટેલને ઉતાર્યા છે. 2017ની ચૂંઠણીમાં નિતિન પટેલ માત્ર 7137 વોટના અંતરથી જીત્યા હતા. હવે જ્યારે નીતિન પટેલ મેદાનમાં નથી તો અહીંયા કોંગ્રેસ જીતવા માટે સંપૂર્ણ જોર લગાવી રહી છે. આવામાં જોવાનું એ રહેશે કે શું કોંગ્રેસ 32 વર્ષ બાદ વાપસી કરી શકે છે કે પછી આંઠમી વખત પણ કમળ ખીલશે.
ગાંધીનગર દક્ષિણ
2008ના રેખાંકન બાદ બનીલી આ સીટ પર બે વખત ચૂંટણીઓ થઇ છે અને બંને ચૂંટણીઓમાં ભાજપે જીત હાંસલ કરી છે પરંતુ પાર્ટીએ આ વખતે શંભૂજી ઠાકોરના સ્થાને અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. 2017માં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે બીજેપી વિરોધના પોસ્ટર બોય રહેલા અલ્પેશ ઠાકોરનો મકાબલો અહીં કોગ્રેસ ઉમેદવાર ડો. હિમાંશુ પટેલ સામે છે. અલ્પેશ ઠાકોર 2017માં કોંગ્રેસની ટિકિટ પર રાધનપુરથી જીત્યા હતા પરંતુ બીજેપીમાં સામેલ થવા પર જ્યારે પેટા-ચૂંટણી થઇ તો અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો. આવામાં અલ્પેશ ઠાકોર હવે નવી બેઠક પરથી લડી રહ્યા છે. જ્યારે અલ્પેશના અહીંથી લડવાની ચર્ચા સામે આવી હતી તો તેમના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. અલ્પેશ માટે મોટા નેતાઓએ પ્રચાર કર્યો છે. આવામાં આ બેઠકના પરિણામની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે.