Home /News /ahmedabad /અમદાવાદઃ લગ્નના બીજા જ દિવસે યુવતીને જાણ થઇ કે તેનો પતિ તો...

અમદાવાદઃ લગ્નના બીજા જ દિવસે યુવતીને જાણ થઇ કે તેનો પતિ તો...

યુવતીએ લગ્ન કરતા જ બીજા દિવસે તેનો પતિ કોઇ નશો કરતો હોવાની તેને જાણ થઇ હતી

લગ્નના બીજા જ દિવસે યુવતીને જાણ થઇ કે તેનો પતિ તો... પિતાના ઘરેથી રૂપિયા લાવવા દબાણ કરી માર મારી ત્રાસ આપનાર સાસરિયાઓ સામે યુવતીની ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ લગ્ન કરતા જ બીજા દિવસે તેનો પતિ કોઇ નશો કરતો હોવાની તેને જાણ થઇ હતી. માત્ર નશો જ નહીં, પણ તે તો ઉંઘની ગોળીઓ પણ લેતો હતો. રાત્રે કોઇ મૌલવી પાસે વિધિ પણ થતી હોવાનું જોતા જ યુવતી ડરી ગઇ હતી. ગોળીઓ બાબતે યુવતીએ વાત કરી તો તેના પતિએ હું પહેલેથી જ આવો છું, તેમ કહીને પિતાના ઘરેથી દર મહિને 50 હજાર લાવવા દબાણ કરી મારમારી માનસિક-શારિરીક ત્રાસ આપ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળીને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લગ્નના બીજા જ દિવસથી નશો કરી યુવતી સાથે આવું કરતો

શહેરના જુહાપુરામાં રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2022માં થયા હતા. એક વર્ષથી આ યુવતી તેના પતિને ઓળખતી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાથી તેમણે લગ્ન કર્યા હતા. યુવતીનો પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરતો હોવાનું કહેતો હતો પણ લગ્નના બીજા જ દિવસથી તે નશો કરી યુવતી સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરવા લાગ્યો હતો. પતિને કેમ નશો કરે છે, તેવું પૂછતા જ તે યુવતીને માર મારવા લાગ્યો હતો. બાદમાં હું ગમે તે કરૂ મને કાંઇ કહેવાનું નહીં, તેમ કહેતા આ વાત યુવતીએ તેની સાસુને કરી હતી. સાસુએ પણ યુવતીને તેં તારા ઘરે જે કર્યું એ કર્યું પણ અહીં અમે કહીએ તેમ જ કરજે, તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: 'તારા પીઆઇ પણ મને કંઇ કરી નહીં શકે,' ટ્રાફિક પોલીસ સાથે બબાલ

યુવતીનો પતિ રોજેરોજ કોઇ નશો કરીને ઘરે આવીને બોલાચાલી ઝઘડો કરતો હતો. બાદમાં યુવતીનો પતિ અને સાસુ યુવતીને તારા પિતા પાસે બહુ પૈસા છે તે રૂપિયા લઇ આવ, તેમ કહી કાઢી મૂકી હતી. યુવતીના કોઇ સંબંધી પણ તું તારા પતિને લાયક જ નથી, તને કામ નથી આવડતુ, તેમ કહી મહેણા મારવા લાગ્યા હતા. યુવતીનો પતિ રોજ ઉંઘની દવાઓ લેતા તે બાબતે પૂછતા તેણે હું પહેલેથી આવો જ છું, મને કાંઇ પૂછવાનું નહિ, તારી સાથે લગ્ન કરવા હતા એટલે બાકી તો હું પહેલેથી આવો જ છું અને પહેલાથી જ દવા ચાલુ છે, કહીને પિતાના ઘરેથી રૂપિયા લાવી આપવાના અને મને આપવાના કહીને ત્રાસ આપ્યો હતો.

યુવતીના પતિની રાત્રે કોઇ મૌલવી પાસે વિધી કરાવતા તે ડરી ગઇ હતી

યુવતીના પતિની રાત્રે કોઇ મૌલવી પાસે વિધી કરાવતા તે ડરી ગઇ હતી. યુવતીએ તેના પિતાને વાત કરતા તેના પિતાએ 50 હજાર આપ્યા હતા. જેને લઇને યુવતીને તેના પતિએ માર મારી 50 હજાર દર મહિને લાવવાના કહીને હાથ પગ તોડી નાખી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં એક દિવસ યુવતીને તેના પતિએ ગળુ દબાવી જો તું એક કરોડ નહિ લાવે તો એસિડ નાખી જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપતા યુવતી ડરી ગઇ હતી. યુવતીના પિતાને તેના પતિએ ફોન કરી તમારી છોકરીને તો હું ઘરે લઇ જઇશ જ, તમે મને જાણતા નથી, મેં લોટિયા પઠાણ કા લડકા હું, કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં તમારી છોકરીને ન મોકલવી હોય તો સામાન લઇ જાવ નહિ તો સામાન સળગાવી દઇશું, તેવી ધમકી આપતા આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો