Home /News /ahmedabad /Gujarat Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાથી 3 દર્દીના મોત, જાણો કયા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાથી 3 દર્દીના મોત, જાણો કયા કેટલા કેસ નોંધાયા

રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,024 પર પહોંચી ગયો છે.

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 187 કેસો નોંધાયા છે. જ્યારે 216 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 99.03 ટકા નોંધાયો છે.

Gujarat corona update: ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. જોકે રાજ્યમાં સતત બીજા દિવસે ત્રણ દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 187 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 216 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.03 ટકાએ પહોંચી ગયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 13 સપ્ટેમ્બર 2022 મંગળવારના રોજ રાજ્યમાં નવા 187 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસ 54 કેસ નોંધાઇ છે અને બે દર્દીના મોત નિપજ્યા છે.

રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,024 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી ત્રણ દર્દીનું મોત નિપજ્યા છે અમદાવાદમાં 2 અને ગીરસોમનાથમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો- અમદાવાદના એન્જિનિયર્સનું અદ્ભૂત ઇનોવેશન

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 54, સુરત કોર્પોરેશન 51, વડોદરા કોર્પોરેશન 25, વલસાડ 10, રાજકોટ કોર્પોરેશન 6, ભરૂચ 4, કચ્છ 4, વડોદરા 4, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 3, મહેસાણા 3, નવસારી 3, રાજકોટ 3, સાબરકાંઠા 3, સુરત 3, બનાસકાંઠા 2, પાટણ 2, અમદાવાદ 1, ભાવનગર 1, બોટાદ 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો- સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબની વિશેષતા જાણી તમે દંગ રહી જશો

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1259 એક્ટીવ કેસ છે જે પૈકી 3 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1256 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,60,328 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,024 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,44,015 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,52,41,349 લોકોનું રસીકરણ થયું છે.
First published:

Tags: Gujarat corona cases, Gujarat Corona cases Updates, Gujarat corona update, Gujarat Corona Vaccination