Home /News /ahmedabad /Ahmedabad: નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડિજિટલ ટ્વીન અને સસ્ટેઈનેબિલિટી વિશે માહિતગાર કરાયા

Ahmedabad: નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડિજિટલ ટ્વીન અને સસ્ટેઈનેબિલિટી વિશે માહિતગાર કરાયા

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડિજિટલ ટ્વીન અને સસ્ટેઈનેબિલિટી વિશે માહિતી અપાઈ

નિરમા યુનિવર્સિટી ખાતે બિન-તકનીકી ઇવેન્ટ્સથી ભરપૂર નવીનતા અને ઉત્સાહથી ભરેલી બે દિવસીય ઈવેન્ટ્સની રોમાંચક યાદીમાં પિચ પેરાડાઈમ, કરંટ આર્ગ્યુમેન્ટ, આઈઓટેક, સ્ટ્રેટઅપ, વોટ વ્હીલ્સ, સેવી સમિટ, રી-સોલ્વ, ઈલેક્ટ્રોબાઈટ્સ અને શોક એક્સ્પોનો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: નિરમા યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા દર વર્ષે તેની ફ્લેગશિપ ઇવેન્ટ, SCINTILLA સહિત વિવિધ ઇવેન્ટ્સ અને વર્કશોપનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષની પ્રતિષ્ઠિત ઇવેન્ટની 8મી આવૃત્તિ ઇનોવેટ બિયોન્ડ ઇન્ફિનિટી થીમ આધારિત રાખવામાં આવી છે.

ઈવેન્ટ્સમાં પિચ પેરાડાઈમ, કરંટ આર્ગ્યુમેન્ટ, આઈઓટેક, સ્ટ્રેટઅપ, વોટ વ્હીલ્સ, શોક એક્સ્પોનો સમાવેશ કરાયો

જેમાં વિવિધ તકનીકી અને બિન-તકનીકી ઇવેન્ટ્સથી ભરપૂર નવીનતા અને ઉત્સાહથી ભરેલી બે દિવસીય ઈવેન્ટ્સની રોમાંચક યાદીમાં પિચ પેરાડાઈમ, કરંટ આર્ગ્યુમેન્ટ, આઈઓટેક, સ્ટ્રેટઅપ, વોટ વ્હીલ્સ, સેવી સમિટ, રી-સોલ્વ, ઈલેક્ટ્રોબાઈટ્સ અને શોક એક્સ્પોનો સમાવેશ થાય છે.

SCINTILLA 2023ના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સિમેન્સ લાર્જ ડ્રાઇવ્સના સીઈઓ આર. કૃષ્ણકુમાર, ગેસ્ટ ઓફ ઓનર તરીકે IET ઇન્ડિયાના ડિરેક્ટર અને કન્ટ્રી હેડ શેખર સાન્યાલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, નિરમા યુનિવર્સિટીના નિયામક ડો. આર. એન. પટેલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ ડો. એસ. સી. વોરા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એસોસિએશનના ફેકલ્ટી એડવાઇઝર પ્રો. ચિંતન મહેતા અને ઇઇએસએના પ્રમુખ સાહિલ કલ્યાણી પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: દીકરી માટે પગપાળા વડોદરાથી અયોધ્યાની 1300 કિ.મી. લાંબી યાત્રા!

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડિજિટલ ટ્વીન અને સસ્ટેઈનેબિલિટી વિશે માહિતી અપાઈ

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ આર. કૃષ્ણકુમારે વિદ્યાર્થીઓને ડિજિટલ ટ્વીન વિશે જાણકારી આપી હતી અને વિવિધ લક્ષણોની જાણકારી કે જે વ્યક્તિ પાસે હોવા જોઈએ. જેમ કે યોગ્યતા અને સ્વીકૃતિનું સંતુલિત સંયોજન, હાર્ડ એન્ડ સોફ્ટ સ્કિલ્સ અને વૃદ્ધિની માનસિકતા કે જે ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.



જ્યારે શેખર સાન્યાલે વિદ્યાર્થીઓને સસ્ટેઈનેબિલિટીને ધ્યાનમાં રાખીને સમસ્યાઓ ઉકેલવાના મહત્વ વિશે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે એન્જિનિયરો વાત કરવાને બદલે કરવામાં માને છે. તેમણે રોજબરોજની પ્રવૃતિઓ પર ધ્યાન આપવા અને તેને અલગ કેવી રીતે કરી શકાય તે ઓળખવા પર ભાર મૂક્યો હતો. કોઈ વ્યક્તિ ભૌતિક પ્રવૃત્તિઓમાંથી સમસ્યાને ઓળખી કાઢે તે વગર તે શક્ય ન હોવું જોઈએ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedaabad News, Local 18, Students

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો