ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો ફરજિયાત શૂન્ય તાસનું આયોજન કરી 45 મિનિટ વધુ શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને આ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પોતાના જિલ્લાના રિઝલ્ટમાં નબળી સ્કૂલોનો પરિણામ વધારવા માટે ગેરહાજર છાત્રોને અભ્યાસ માટે બોલાવવાનો આદેશ કરાયો છે.
સ્કૂલોએ શૂન્ય તાસનું આયોજન કરીને સમય પત્ર તૈયાર કરવાનું રહેશે
બોર્ડનું પરિણામ 10થી 30 ટકા સુધી જ હોય, તેવી રાજ્યમાં અનેક સ્કૂલો છે. ત્યારે સ્કૂલોનું પરિણામ વધારવા માટે યાદી તૈયાર કરીને એક્શન પ્લાન બનાવવાનો આદેશ કરાયો છે. સ્કૂલોએ શૂન્ય તાસનું આયોજન કરીને સમય પત્ર તૈયાર કરવાનું રહેશે અને જિલ્લા શિક્ષણ અધિકારીને પાંચ દિવસમાં જમા કરવાનું રહેશે. આ જીરો તાસમાં કચાશ ધરાવતા વિષયોનું પરિણામલક્ષી કામ કરવાનો રહેશે અને 45 દિવસથી વધારાનું શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. શાળાઓએ પણ આ ઝીરો તાસમાં તમામ વિદ્યાર્થીઓ કરજીયાત હાજર રહે તે સુનિશ્ચિત કરી ગેરહાજર વિદ્યાર્થીઓને બોલાવવા માટે પ્રયત્નો કરવા પડશે. ફોન કોલ રજિસ્ટર નિભાવવું પડશે તથા વાલીઓનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તજજ્ઞો દ્વારા તૈયાર રાયેલ સ્ટડી મટિરીયલ તમામ વિદ્યાર્થીઓને પહોંચાડવાનું રહેશે.
સાથે જ તૈયાર કરાયેલા સ્ટડી મટીરીયલ તમામ વિદ્યાર્થીઓને પહોંચાડવાનું રહેશે. શિક્ષણ કાર્ય દરમિયાન નિયમિત કસોટી લેવી અને નિયત સમય મર્યાદામાં દરેકનો અભ્યાસક્રમ સો ટકા પૂરો કરવાનો રહેશે. દરેક વિદ્યાર્થીએ 33 ટકાથી વધુ ગુણ મેળવે તે રીતે વિષય શિક્ષકોએ તૈયાર કરવાના રહેશે. દર 15 દિવસે સ્ટાફ મિટીંગ કરી નબળા બાળકો વિદ્યાર્થીઓને 33 ગુણ સુધી પહોંચાડવા સામૂહિક કામગીરી કરવાની રહેશે. 2023ની બોર્ડની પરીક્ષામાં 80%થી વધુ સ્કૂલો રીઝલ્ટ આવે તે માટે આચાર્યથી માંડી શિક્ષક સહિત તમામ જવાબદારીપૂર્વક કામગીરી કરવી પડશે. આચાર્યએ પોતાના વિષયના શિક્ષણકાર્ય ઉપરાંત ફરજિયાત લોક બુક કરવાની રહેશે.