Home /News /ahmedabad /

અમદાવાદ: નોકરિયાત વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્કૂલ વાન ચાલકે કર્યું ગંદુકામ

અમદાવાદ: નોકરિયાત વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્કૂલ વાન ચાલકે કર્યું ગંદુકામ

સ્કૂલ વાન (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

Ahmedabad Crime: આનંદનગર પોલીસે (Anand Nagar Police) આ કેસમાં મુન્ના દેસાઈની ધરપકડ કરી છે, તે સરખેજ વિસ્તારમાં રહે છે અને ખાનગી સ્કૂલમાં બાળકોને લાવવા મૂકવાની વર્ધી મારે છે.

અમદાવાદ: નોકરિયાત વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે તપાસ કર્યા વગર કોઈ એવા વાન ચાલક પાસે બાળકીને સ્કૂલે મોકલો છો તો ચેતી જજો. જો યોગ્ય તપાસ નહીં કરો તો તમારે પસ્તાવાનો વારો આવશે. શહેરમાં એક સ્કૂલ વાન ચાલકે ચાર વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આનંદનગર પોલીસે (Anand Nagar Police) આ કેસમાં મુન્ના દેસાઈની ધરપકડ કરી છે, તે સરખેજ વિસ્તારમાં રહે છે અને ખાનગી સ્કૂલમાં બાળકોને લાવવા મૂકવાની વર્ધી મારે છે. ઇકો કારમાં બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવનાર આ મુન્નાએ કઈક એવું કર્યું કે તેને પોલીસે ઝડપી પાડ્યો છે. આનંદ નગર પોલીસ મથકમાં એક દિવસ એક યુવતી આવી હતી અને રજુઆત કરી હતી કે તેની બાળકીની સ્કૂલ વાનના ચાલકે છેડતી કરી અડપલાં કર્યા છે. જે બાદમાં પોલીસે તાત્કાલિક બનાવની ગંભીરતા દાખવીને આરોપીની ધરપકડ કરી હતી.

આ કેસમાં બાળકીના માતાપિતા નોકરી કરે છે. માતા પ્રાઇવેટ કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટ છે અને પિતા આઇટી કંપનીમાં નોકરી કરે છે. નોકરી કરતા માતાપિતાને દસેક દિવસ પહેલા સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે તેમની ચારેક વર્ષની દીકરી ઘણી જ ઉદાસ રહે છે. જેથી માતાપિતાએ આ બાળકીને સમજાવીને પૂછપરછ કરતા તેણી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.

આ પણ વાંચો: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, માંડવી પાણી પાણી

બાળકીએ માતાપિતાને જણાવ્યું હતું કે, મારે આ વાન વાળા અંકલ સાથે નથી જવું. તે મને ગમે ત્યાં અડે છે. માથા પર, ખભા પર એમ અડપલાં કરે છે. ક્યારેક વાનમાં આગળ તો ક્યારેક પાછળ બેસાડીને ગંદુ કામ કરે છે. હેબતાઈ ગયેલા માતાપિતાએ બીજા જ દિવસથી બાળકીની બીમારીનું બહાનું કરી આરોપીને લેવા ન આવવાનું કહ્યું હતું. આ બાબતે માતાપિતાએ સ્કૂલમાં રજુઆત કરી હતી. આખરે બાળકીએ ભાંડો ફોડતા જ માતાપિતા પોલીસ મથકે પહોંચ્યા અને ફરિયાદ કરતા પોલીસે આરોપી મુન્નાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: રાજકોટની પ્રસિદ્ધ હોટલના માલિકે કર્યો આપઘાત, કારણ ચોંકાવનારું

આરોપી પર જે ગંભીર આરોપ લાગ્યા છે તે જોતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ આ હકીકત સુધી પહોંચવા હવે પોલીસ વૈજ્ઞાનિક ઢબે આ કેસની તપાસ કરી રહી છે. વાન ચાલકે અન્ય કોઈ બાળકીઓ સાથે આવી હરકતો કરી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: School, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन