Home /News /ahmedabad /

અમદાવાદ: 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, નરાધમે હવસ સંતોષી કિશોરીને લાફા ઝીંકી રસ્તા પર તરછોડી દીધી

અમદાવાદ: 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, નરાધમે હવસ સંતોષી કિશોરીને લાફા ઝીંકી રસ્તા પર તરછોડી દીધી

વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ

Ahmedabad school girl rape: વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરાવી છે કે, બીજી ઓગસ્ટના રોજ તેમની 14 વર્ષીય દીકરી શાળાએ જવા માટે નીકળી હતી, પરંતુ શાળાએ પહોંચી ન હતી.

અમદાવાદ: 'હું કહું તેમ નહીં કરે તો તારા પરિવારને બદનામ કરી નાખીશ.' વારંવાર મેસેજ કરીને ધમકી આપનાર યુવક સગીરાને મિત્રની મદદથી હોટલમાં લઇ ગયો અને ત્યાં બળજબરીથી શારીરિક સંબંધ (School girl raped) બાંધીને સગીરાને રોડ પર જ તરછોડી દીધી હતી. એટલું જ નહીં, સગીરાએ ઘરે મૂકી જવા માટે કહ્યું તો નરાધમ યુવકે સગીરાને બે ત્રણ લાફા મારી જાતે જ ઘરે જતા રહેવા માટે કહ્યું હતું. આ કિસ્સો અમદાવાદ શહેરનો છે. અહીં એક 14 વર્ષની સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યું છે.

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station) ફરિયાદ દાખલ કરાવી છે કે, બીજી ઓગસ્ટના રોજ તેમની 14 વર્ષીય દીકરી શાળાએ જવા માટે નીકળી હતી, પરંતુ શાળાએ પહોંચી ન હોવાની જાણ થતાં જ તેમણે પરીવાર સાથે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. જોકે, મોડી રાત્રે તેમની દીકરી મળી આવતા તેની પૂછપરછ કરી હી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે એકાદ વર્ષ અગાઉ જ્યારે તેઓ ગામડે લગ્નમાં ગયા હતા ત્યારે હાર્દિક નામનો યુવકે સગીરાની બહેનની સામે ખરાબ નજરે જોતો હોવાની જાણ થતાં જ તેના કાકાએ તેને ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો: સુરત: 70 વર્ષના વૃદ્ધા પર બળાત્કાર, નરાધમે ગંભીર ઈજા પહોંચાડતા મોત

બાદમાં આ યુવક સગીરાના દાદાના મોબાઈલ પર Whatsapp અને ટેક્સ મેસેજ કરતો હતો. પરંતુ ઘરેથી ઠપકો મળશે તેવી બીક રાખીને તેઓ મેસેજ ડિલીટ મારી દીધા હતા. એટલું જ નહીં, આરોપી યુવક સગીરાને મળવા માટે બોલાવતો હતો અને જો તે કહે કેમ નહ કરે તો તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપતો હતો.

બીજી ઓગસ્ટના દિવસે સગીરા વેદાંત માર્કેટ પાસે આ યુવકને મળી હતી. જેથી આરોપી યુવક સગીરાને ઓઢવ રિંગ રોડ પર આવેલી એક હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં પહેલાથી આરોપીનો મિત્ર પણ હાજર હતો. હોટલમાં રજીસ્ટરમાં એન્ટ્રી કરાવીને આરોપી સગીરાને હોટલમાં જમવા માટે જવાનું હોવાનું કહીને એક રૂમમાં લઇ ગયો હતો, ત્યાં બળજબરી કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં ગેંગરેપનો બનાવ સામે આવતા ચકચાર

આ સમયે આરોપીના મિત્રએ સગીરાને કોઈ તેની ઉંમર પૂછે તો બાવીસ વર્ષ હોવાનું પણ કહ્યું હતું. બાદમાં આરોપી યુવક સગીરાને જાતે જ ઘરે જતી રહેવા માટેનું કહીને રોડ ઉપર તરછોડી દીધી હતી. આ દરમિયાન સગીરાએ તેને ઘરે મૂકી જવા માટે કહેતા જ આરોપી તેણીને બે-ત્રણ લાફા મારીને જતો રહ્યો હતો. જે અંગેની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા બંને યુવક વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन