અમદાવાદઃ સ્કૂલ બસ ભૂવામાં ફસાઇ, 20 જેટલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

અમદાવાદના ઘાટલોડિયામાં એક સ્કૂલ બસ ભૂવામાં ફસાઇ ગઇ હતી. જેના પગલે સ્કૂલબસમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.

News18 Gujarati
Updated: June 18, 2019, 2:21 PM IST
અમદાવાદઃ સ્કૂલ બસ ભૂવામાં ફસાઇ, 20 જેટલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
ભૂવામાં ફસાયેલી સ્કૂલ બસની તસવીર
News18 Gujarati
Updated: June 18, 2019, 2:21 PM IST
નવીન ઝા, અમદાવાદઃ રાજ્યમાં આજે વરસાદ પડવાની શરૂઆત થઇ છે. અમદાવાદમાં પણ વરસાદ પડવાની શરૂઆતની સાથે જ ભૂવા પડવાનું પણ શરૂ થયું છે. ભુવાના કારણે વાહનો ફસાવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયામાં એક સ્કૂલ બસ ભૂવામાં ફસાઇ ગઇ હતી. જેના પગલે સ્કૂલબસમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. જોકે, મોટી જાનહાની ટળી હતી. આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરીની પોલ ચોક્કસ ખોલી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રન્નાપાર્ક વિસ્તારમાં સેન્ટ મેરી સ્કૂલની બસ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તાપરના ફૂવામાં ફસાઇ ગઇ હતી. આ સ્કૂલબસમાં 15થી 20 વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે, આ ઘટનામાં તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. સવાર વિદ્યાર્થીઓને બસમાંથી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. અને અન્ય વાહન દ્વારા યોગ્ય જગ્યાએ પહોંચાડવાની કામગારી કરાઇ હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, લોકોને ગરમીમાંથી મળી રાહત

જોકે, આ ઘટનાએ એએમસીની નબળી કામગીરીની પોલ ચોક્કસ ખોલી દીધી છે. સ્થાનિક લોકો પણ અધિકારીઓની બેદરકારની કારણે નબળા કામ થયાના આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ ન્યુ રાણીપ વિસ્તારમાં પણ સોમવારે એક મીની ટ્રક રોડ પર જમીન બેસી જવાના કારણે ફસાઇ ગયો હતો. અમરાઇવાડી વિસ્તારમાં પણ જમીન બેસી જવાથી એક ટ્રક ફસાઇ ગયાની ઘટના બની હતી.

હજી તો વરસાદની શરૂઆત છે ત્યા આવા ભૂવા પડવાની શરૂઆત થઇ છે તો ભારે વરસાદ વખતે અમદાવાદના રોડ અને રસ્તા ઉપર વાહન લઇને ચાલવું એ જીવના જોખમ સમાન બની જાય તો નવાઇ નહીં.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...