અમદાવાદી યુવતિને નોકરીની લાલચ આપી, સાઉદી લઇ જઇ બનાવી દીધી સેક્સવર્કર!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદી યુવતિને નોકરીની લાલચ આપી, સાઉદી લઇ જઇ બનાવી દીધી સેક્સવર્કર!
અમદાવાદની એક યુવતીએ વિદેશ લઇ જવાની લાલચ આપીને દેહવ્યાપારના ધંધામાં યુવતીઓને ધકેલવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.આ યુવતીનો આરોપ છે કે મુંબઇનો એક એજન્ટ તેને બ્યુટી પાર્લરમાં કામ કરવાના બહાને સાઉદી અરેબિયા લઇ ગયો હતો અને ત્યાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદની એક યુવતીએ વિદેશ લઇ જવાની લાલચ આપીને દેહવ્યાપારના ધંધામાં યુવતીઓને ધકેલવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.આ યુવતીનો આરોપ છે કે મુંબઇનો એક એજન્ટ તેને બ્યુટી પાર્લરમાં કામ કરવાના બહાને સાઉદી અરેબિયા લઇ ગયો હતો અને ત્યાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી છે.
યુવતીનું કહેવું છે કે તેની સાથે અન્ય 4 ફિલીપીંગ અને 3 ભારતીય યુવતીઓ પણ હતી.જેમાંથી એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને છ મહીના જેલમાં પણ જવું પડ્યું હતું.જો કે સાઉદી ગયા બાદ એજન્ટના મળતિયાઓ દ્વારા યુવતીને તેના પતિ સાથે વાતચીત કે મુલાકાત પણ કરવા દેતા ન હતાં.પરંતુ યુવતીએ તેની સાથે રહેતી એક યુવતીના મોબાઇલથી તેને અમદાવાદમાં આવવાની વ્યવસ્થા કરી દેતા તે ભારત પરત આવી શકી છે.
જો કે આજે તેમના પતિ સાઉદીમાં જ હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સાઉદીમાંથી પરત આવવા માટે તેમણે અનેક જગ્યાએ રજૂઆત પણ કરી હોવાનું કહ્યું છે પરંતુ કોઇના દ્વારા તેમને મદદ કરવામાં આવી ન હતી.
સાઉદી અરેબિયાથી પરત ફરેલી અમદાવાદની યુવતીનો આરોપ છે કે મુંબઇમાં રહેતા એજન્ટએ તેને સાઉદી લઇ જઇને બ્યુટી પાર્લરમાં કામ અપાવવાની લાલચ આપીને તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી છે.આ યુવતીનો આરોપ છે કે હજયાત્રા દરમિયાન તેનો સંપર્ક મુંબઇમાં ટુર્સ એન્ડ ટ્રાવેલર્સનો ધંધો કરતાં નિસાર અહેમદ સાથે થયો હતો.
નિસાર અહેમદએ આ યુવતીને સૌ પ્રથમ તો લંડન લઇ જવાની લાલચ આપી પરંતુ ત્યારબાદ સાઉદી અરેબિયા લઇ જવાનું કહીને 22 ઓગષ્ટ 2015ના દિવસે યુવતી અને તેના પતિને સાઉદી લઇ ગયો હતો.
જો કે યુવતીને તેના પતિની સાથે રાખવાના બદલે આ એજન્ટએ તેના પતિને રીયાઝ ઉતારી દીધા અને યુવતીને દમામમાં લઇ ગયો હતો.જ્યાં 3 મહીના સુધી બ્યુટીપાર્લરમાં કામ વાતચીતમાં નક્કી થયેલ મુજબ કામ કરાવ્યું પરંતુ જ્યારે હક્કામાં લાયસન્સ આવી જતાં એજન્ટએ યુવતીને પરેશાન કરવાનું ચાલું કર્યું અને યુવતીને દેહ વ્યાપારના ધંધામાં જવા માટે દબાણ કર્યું હતું.જો કે યુવતીએ ઇન્કાર કરતાં એજન્ટો દ્વારા તેને માર મારવામાં આવતો હોવાનો પણ આરોપ યુવતી દ્વારા કરવામાં આવ્યો છે.
 
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर