Home /News /ahmedabad /Ahmedabad: સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ આ ટેક્નોલોજીથી થશે સજ્જ, દર્દીઓને આવી રીતે થશે ફાયદો

Ahmedabad: સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ આ ટેક્નોલોજીથી થશે સજ્જ, દર્દીઓને આવી રીતે થશે ફાયદો

X
રાજસ્થાન,

રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા, ઝારખંડની સરકારો સાથે પણ MOU કરવામાં આવ્યા છે

હોસ્પિટલ દ્વારા હૃદયરોગના ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવાની જવાબદારી સ્વીકારતો એમઓયુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા તથા રાજકોટ દ્વારા રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા અને ઝારખંડની સરકારો સાથે પણ ખાસ એમઓયુ કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: દિલ વિધાઉટ બિલના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ અને રાજકોટ છેલ્લાં 23 વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે અનોખી સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે. હાલમાં જ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ દ્વારા આઈઆઈટી ગુવાહાટી, આસામ સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને માહિતી શેરિંગ ટેક્નોલોજીમાં નવા યુગની શરૂઆત માટે ટેક્નોલોજી ક્ષેત્રે કરાર કરવામાં આવ્યો છે.

દિલ વિધાઉટ બિલ એપ્લિકેશનથી હૃદયરોગના દર્દીઓની માહિતી ઓનલાઇન ભરી શકાશે

આ એમઓયુ વિશે મનોજ ભીમાણીએ જણાવ્યું હતું કે આ MOU બંને સંસ્થાઓ વચ્ચેના સંબંધને ઘણો મજબૂત બનાવશે. આ માટે આઈઆઈટીના વિદ્યાર્થીઓ તેમની કાર્ય કુશળતાથી દિલ વિધાઉટ બિલ એપ્લિકેશનથી હૃદયરોગના દર્દીઓની માહિતી ઓનલાઇન ભરી શકાશે. શરૂઆતમાં આ સેવા આસામ રાજ્યમાં હૃદયરોગના દર્દીઓ માટે કાર્યરત થશે. ત્યારબાદ આ સેવા સમગ્ર ભારતમાં કાર્યરત કરવામાં આવશે.



રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા, ઝારખંડની સરકારો સાથે પણ MOU કરવામાં આવ્યા છે

અગાઉ આસામ સરકાર સાથે ત્યાંના હૃદયરોગના ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવાની જવાબદારી સ્વીકારતો એમઓયુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા તથા રાજકોટ દ્વારા રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા અને ઝારખંડની સરકારો સાથે પણ ખાસ એમઓયુ કરવામાં આવ્યા છે.



ઉલ્લેખનીય છે કે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ આપણા સમાજના ઘણા જરૂરિયાતમંદ બાળકોને મફત કાર્ડિયાક ટ્રીટમેન્ટ આપીને નવું જીવન આપવા માટે નિમિત્ત બની છે. અત્યાર સુધીમાં આ હોસ્પિટલ દ્વારા 20,000 થી પણ વધારે દર્દીઓના ઓપેરશન અને 10,00,000 થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે. તથા 20,000 થી વધારે હૃદયરોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.



શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Heart Problem, Hospitals, Local 18