ડી ગેંગના શરીફખાનનો પિતરાઇ અમદાવાદમાંથી ઝડપાયો,રાજસ્થાનમાં હત્યાકેસમાં હતો વોન્ટેડ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ડી ગેંગના શરીફખાનનો પિતરાઇ અમદાવાદમાંથી ઝડપાયો,રાજસ્થાનમાં હત્યાકેસમાં હતો વોન્ટેડ
અમદાવાદઃઅમદાવાદમાંથી રાજસ્થાનનો ગેંગસ્ટર દાઉદ ખાન પઠાણ ઝડપાયો છે. ગુજરાત ATSએ રાજસ્થાનના આરોપીની ધરપકડ કરી છે. વોન્ટેડ આરોપી દાઉદ લાલાની જુહાપુરામાંથી ધરપકડ કરાઇ છે.દાઉદ લાલા રાજસ્થાનના નિમ્બાહેડામાં હત્યાનો વોન્ટેડ આરોપી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃઅમદાવાદમાંથી રાજસ્થાનનો ગેંગસ્ટર દાઉદ ખાન પઠાણ ઝડપાયો છે. ગુજરાત ATSએ રાજસ્થાનના આરોપીની ધરપકડ કરી છે. વોન્ટેડ આરોપી દાઉદ લાલાની જુહાપુરામાંથી ધરપકડ કરાઇ છે.દાઉદ લાલા રાજસ્થાનના નિમ્બાહેડામાં હત્યાનો વોન્ટેડ આરોપી છે. દાઉદ લાલા ડોન દાઉદના સાગરિત શરીફખાનનો પિતરાઇ ભાઇ છે.આરોપી પર 15થી 20 ગુનાઓ નોધાયેલા છે.છેલ્લા ઘણા સમયથી ઇસમ સંતાઈને રહેતો હતો.મોટાભાગના રાજસ્થાનના ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી બહાર આવી છે.
ગુજરાત એટીએસે રાજસ્થાનમાં અનેક ગુનાઓને અંજામ આપી ફરાર દાઉદ ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી છે.નોંધનીય છે કે આરોપી દાઉદ એક સમય લતીફનો સાગરિત અને અનેક ગુનાઓને અંજામ આપનાર શરીફ ખાનનો પિતરાઈ ભાઈ થાય છે.હાલ એટીએસે આરોપીને પકડી રાજસ્થાન પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
દાઉદ ખાન પઠાણની બીજી ઓળખ આપીએ તો એક સમય લતીફનો ખાસ સાગરિત અને ગુજરાતમાં અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર શરીફખાનનો પિતરાઈ ભાઈ છે.આરોપી દાઉદ ખાન રાજસ્થાનના ચિત્તોડગઢ જીલ્લાના નિંબાહડા વિસ્તારમાં બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો અને જેમાં એક ભાઈ ફારુક નામના વ્યકિતનુ મોત નીપજ્યું હતું.રાજસ્થાન પોલીસ દાઉદ સહિત તેના અન્ય ત્રણ ભાઈઓની શોધખોળ કરી રહી હતી પરંતુ એટીએસને બાતમી મળતા જુહાપુરા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે આરોપી દાઉદ એક ગુનામાં જામીન પર છુટી બહાર આવ્યો હતો ત્યારે જામીન દરમ્યાન તેને ફારુક અને ફરીદ નામના બે સગા ભાઈઓ પર સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો.એટીએસના કહેવા પ્રમાણે આરોપી લુંટ,હત્યા,હત્યાની કૌશીશ,ચોરી જેવા અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે અને જેલમાં સાત વર્ષની સજા પણ કાપી ચુક્યો છે.હાલ એટીએસે નિંબાહડા પોલીસને જાણ કરી છે.
 
First published: March 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर