અમદાવાદ : ગ્લોબલ વોર્મિંગની (global warming) અસર ઋતુઓ પર થઈ રહી છે. હવામાં વધતું પ્રદુષણ ઘટાડવું એક ચેલેન્જ છે. લાખોની સંખ્યામાં વાહનો ફરે છે. વાહનમાંથી નીકળતો ધુમાડો પ્રદુષણ વધારી રહ્યો છે. પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીકલ વાહને વેગ આપવામાં આવે છે. લોકો ઈલેક્ટ્રીક વાહન ખરીદી કરી રહ્યા છે. પરંતુ ચાર્જિંગ ક્યાં કરવું તે એક પ્રશ્ન છે પરંતુ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન (Charging station in Ahmedabad) ઉભા કર્યા છે. રેલવે સ્ટેશન પર તો હતું પરંતુ હવે અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીક સ્ટેશન ઉભું કરાયું છે.
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર ઈલેક્ટ્રીકલ વાહનો (EV) માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવું EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં વ્યવસ્થા કરવામાં આવી છે. નવા EV ચાર્જિંગ સ્ટેશનમાં ડ્યુઅલ ગન સિસ્ટમ સાથે બે ચાર્જર સામેલ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ વાહનોને ચાર્જિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.
કોઈપણ ફોર-વ્હીલરને લગભગ એક કલાકમાં બંને ચાર્જર 80% સુધી ચાર્જ કરી શકે છે. ચાર્જિંગની ગતિ વાહનના ડ્રોઇંગ પાવર પર આધારિત છે, જે EV અને કારના મેકમાં ઇન્સ્ટોલ કરેલી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે. કારની ચાર્જિંગ સ્પીડ કારના નિર્માણ પર વધુ નિર્ભર છે.
" isDesktop="true" id="1205756" >
SVPI એરપોર્ટ સસ્ટેનેબીલીટીની દિશામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે, જેમાં સામાન્ય લાઇટ્સના સ્થાને એનર્જી સેવર LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે ટર્મિનલ વચ્ચે શટલ સેવામાં ઇલેક્ટ્રિક સેડાન કારનો વપરાશ કરવામાં આવે છે. વધુમાં વધુ ઉર્જા સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ગ્રીન કવરમાં વધારો કરવા જેવી અનેક પહેલોનો સમાવેશ થાય છે.